રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણા; વરસાદથી અંડરપાસ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

મહેસાણા; વરસાદથી અંડરપાસ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણાના કડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. કડી શહેરમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. કડી અંડરપાસ, કરણનગર રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં અપર એર સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી બીજી અને ત્રીજી જુલાઈના રોજ રાજ્યમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે.માછીમારોને પણ આગામી પાંચ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે.ત્યારે રાજ્યમાં આજે બપોરે બે વાગ્યા સુધીમાં 128 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. તંત્રની કામગીરીના દાવા પોકળ સાબિત થયા; કડી શહેરમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કડી અંડરપાસ, કરણનગર રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વરસાદી પાણી ભરાતા તંત્રની કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર