રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણા; ઉનાવા હાઈવે પર અકસ્માત સ્ટેરિંગ પર કાબૂ ગુમાવ્યો બેને ગંભીર ઈજા

મહેસાણા; ઉનાવા હાઈવે પર અકસ્માત સ્ટેરિંગ પર કાબૂ ગુમાવ્યો બેને ગંભીર ઈજા

ઊંઝા-ઉનાવા હાઇવે પર હોટલ કારવાન નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. મહેસાણાથી પાટણ જઈ રહેલી હોન્ડા સિટી ગાડીના માર્ગમાં અચાનક કુતરું આવી જતાં ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. ગાડી ડિવાઈડર પર ચઢી પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં ગાડીમાં સવાર બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. બંને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મધરાતે આ અકસ્માત સર્જાયો હતો. 108 મારફતે ઊંઝા નગરપાલિકા ફાયર ટીમને કોલ મળ્યો હતો કે હાઇવે પર ગાડી રોડ વચ્ચે પડી છે. ફાયર ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મીની ફાયર ફાયટરની મદદથી ગાડીને સાઈડમાં કરી હતી. ફાયર સૂત્રોના જણાવ્યા અનુસાર, અન્ય કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. અકસ્માતનું મુખ્ય કારણ અચાનક રસ્તા પર આવેલું કુતરું હોવાનું જાણવા મળ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર