મહેસાણા SOG દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે. મહેસાણા જિલ્લાના ઉનાવા પોલીસ સ્ટેશનના ચોપડે નાર્કોટિક્સના ગુનાના કેસમાં નાસ્તો ફરતો આરોપી મહેસાણાના રાધનપુર ચોકડી પાસેથી SOGની ટીમના હાથે પકડાયો છે. ત્યારે મહેસાણા જિલ્લા એસઓજી પોલીસની વિવિધ ટીમ દ્વારા શરૂ કરવામાં આવેલી નાસતા ફરતા આરોપીઓને પકડવાની તજવીજમાં સક્રિય કામગીરી જોવા મળી છે. જિલ્લાના ઉનાવા પોલીસ સ્ટેશનના ચોપડે એનડીપીએસ કેસ નોંધાયેલ હતો જેમાં નાસતા ફરતા આરોપી આઝાદખાન સિકંદરખાન પઠાણની SOGની ટીમે મહેસાણા શહેરની રાધનપુર ચોકડી પાસેથી ધરપકડ કરી છે. SOG ના પોલીસ ઇન્સપેક્ટર એન.આર. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે બાતમીના આધારે ઉનાવા પોલીસના સકાંજા માંથી નાસ્તા ફરતા આરોપી આઝાદખાન સિકંદરખાન પઠાણ કે જે મહેસાણા રાધનપુર ચોકડી પર પિકઅપ સ્ટેન્ડ પાસે ઉભો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે SOG પોલીસની ટીમે આરોપી આઝાદખાન સિકંદરખાન પઠાણ કે જે સેતવાડ, કસબા વિસ્તાર, મહેસાણાનો રહેવાસી છે તેને રાધનપુર ચાર રસ્તા નજીકના પિકઅપ સ્ટેન્ડ પાસેથી લીલા કલરનો શર્ટ અને વાદળી કલરનું જીન્સ પેન્ટ પહેરેલી હાલતમાં રૂબરૂ મળી આવતા પોલીસે સ્થળ પરથી જ પકડી પકડ્યો હતો. પોલીસે આરોપીની ભારતીય ન્યાય સંહિતાની કલમ-35(1) મુજબ અટકાયત કરી સ્થળ પરથી જ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવા માટે મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. ત્યારે મહેસાણા જિલ્લા SOG પોલીસની ટીમ દ્વારા સમગ્ર મહેસાણા જિલ્લામાં વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
મહેસાણા SOGની ટીમે નાર્કોટિક્સના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને મહેસાણા માંથી ઝડપી પાડ્યો

ટેગ્સ:#public safety#Law Enforcement#Criminal Investigation#Absconding Accused#Police Action#Police Arrest#SOG Operations#NDPS Act#Unawa Police Station#Radhanpur Chowkdi#Mehesana SOG#Narcotics Case#Mehsana District Police#Drug-related Crimes
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણાના મોઢેરા રોડ પર સૂર્યા કોમ્પલેક્ષમાં ભીષણ આગ; અફરાતફરીનો માહોલ
4 દિવસ પહેલા
મહેસાણામહેસાણા : ફોર્મ ચકાસણીમાં ધારાસભ્યની દખલગીરી મુદ્દે ભાજપ-આપ આમને-સામને
5 દિવસ પહેલા
મહેસાણામહેસાણા ભાજપમાં ટિકિટ મુદ્દે ભડકો : મહિલા મોરચાએ પોકાર્યો બળવો, પક્ષમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ
1 અઠવાડિયા પહેલા
મહેસાણાઊંઝા નગરપાલિકામાં ખરાખરીનો જંગ : ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે
1 અઠવાડિયા પહેલા
