રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા26 જૂન, 2025| Super Admin

પાલનપુરની લીલાવતી હોસ્પિટલમાં મેગા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

પાલનપુરની લીલાવતી હોસ્પિટલમાં મેગા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો
300 થી વધુ દર્દીઓએ નિઃશુલ્ક કેમ્પનો લાભ લીધો ; દર્દીઓને મેડિકલ ચેકઅપ સાથે દવાઓ, રિપોર્ટ, બાળકોને સ્કુલ બેગ ફ્રી અપાયા બોમ્બેની ખ્યાતનામ લીલાવતી હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા પાલનપુરમાં મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં તબીબો સહિત 30 થી વધુ સ્ટાફ કેમ્પના આયોજનમાં જોડાઈને પાલનપુર સહિત બનાસકાંઠાના અનેક દર્દીઓને કેમ્પમાં ઈ.સી.જી. કાર્ડિયોલોજી લોજીસ્ટ. ફિઝિશિયન, ઓર્થોપેડીક, ઇએનટી, લીવર સ્પેશિયાલિસ્ટ, ચાઈલ્ડ ડોક્ટરોની સેવાઓનો દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં બાળકોને મેડિકલ તપાસ સાથે સ્કૂલબેગ ફ્રી આપવામાં આવી હતી. મુંબઈ લીલાવતી ટ્રસ્ટના ચારૂબેન મહેતા દ્વારા પાલનપુરમાં પોતાના વતનને ઋણ અદા કરવા  મેડીકલ ફ્રી કેમ્પના આયોજનમાં  પાલનપુર તાલુકાના જગાણા, ડીસા, ચડોતર, લાલાવાડા, ભાગળ, અસ્માપુરા જેવા વિવિધ ગામોમાં લીલાવતી હોસ્પિટલ તબીબોની ટીમે સ્થાનિક સંચાલકોને સાથે રાખી મેગા કેમ્પનો લાભ લેવા માટે અગાઉ ગ્રામજનો સરપંચ તેમજ ડેરીના મંત્રીઓને રૂબરૂ મુલાકાત લઈને લોકોને વધુમાં વધુ લાભ લે તેવો અનુરોધ કર્યો હતો. વધુ લોકો લાભ લઈને ફ્રી  લાભ લેવા ગ્રામજનો જણાવેલું દરેક સ્થળે બેનરો લગાવેલા.જેમાં બોમ્બેથી લીલાવતી ટ્રસ્ટમાં જોડાયેલા અક્ષયવાલાએ જણાવ્યું કે, પાલનપુર ખાતે 30 વધુ તબીબ સહિત અન્ય સ્ટાફ આ મેડિકલ કેમ્પમાં સેવા માટે હાજર રહ્યા હતા દરેક દર્દીઓના રિપોર્ટો તેમજ દવાઓ ફ્રી આપવામાં આવી હતી.જ્યારે બાળકોને તપાસ બાદ સ્કૂલની બેગો પણ આપવામાં આવી હતી.

સંબંધિત સમાચાર