રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ જિલ્લામાં માવઠું : સમી પંથકમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ, ખેડૂતો ચિંતાતુર

પાટણ જિલ્લામાં માવઠું : સમી પંથકમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ, ખેડૂતો ચિંતાતુર

વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયાં

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાંણે મંગળવારે બપોરે પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો.સુસવાટા બંધ પવન વચ્ચે મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

પાટણ જિલ્લાના સમી તાલુકામાં બપોર બાદ ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી.ધોધમાર વરસાદ અને ભારે પવનને કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. માર્ગો પર વાહનચાલકોને પોતાની વાહનોની લાઇટો ચાલુ કરવાની ફરજ પડી હતી, જેથી અકસ્માત ટાળી શકાય.સમી તાલુકાના મુખ્ય મથક સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.તાલુકાના સોનાર, નાયકા, દુદખા જેવા અનેક ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર