રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી
વાવ-થરાદ9 જૂન, 2026| Super Admin

માવસરી દારૂ પ્રકરણ : PI લીવ રિઝર્વમાં અને હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ, એસપીની કડક કાર્યવાહી

માવસરી દારૂ પ્રકરણ : PI લીવ રિઝર્વમાં અને હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ, એસપીની કડક કાર્યવાહી

 નવરચિત વાવ થરાદ જિલ્લાના માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલસીબી પોલીસે  મોટી કાર્યવાહી કરી ટ્રક અને પીકઅપ ડાલામાંથી રૂ.27 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ સહિતનો મુદામાલ ઝડપી પાડયો હતો. આંતરરાષ્ટ્રીય અને આંતર રાજ્ય સરહદી બોર્ડર પર પોલીસની ફરજમાં આટલી મોટી નિષ્કાળજી અને ગંભીર બેદરકારી બદલ જિલ્લા પોલીસ વડાએ માવસરી પીઆઈ તેમજ હેડ કોન્સ્ટેબલ અને જીઆરડી જવાનો સામે કડક શિક્ષાત્મક પગલાં ભરતાં પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સરહદ પરથી આટલી મોટી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને દારૂની હેરાફેરી રોકવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા  વારંવાર કડક સૂચનાઓ આપવામાં આવતી હોવા છતાં, માવસરી પોલીસ સ્ટેશનના જવાબદાર  પી.આઇ. તેમજ પોલીસ કર્મીઓ અને જી.આર.ડી. અને હોમગાર્ડ જવાનોની હદ બહારની બેદરકારી સામે આવી હતી. ત્યારે જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયાએ લાલ આંખ કરી તાત્કાલિક અસરથી પી.આઇ. આર.પી.વણઝારાને એલ.આર. માં મૂકી દેવાયા છે. જ્યારે ફરજ પર હેડ કો. ખેમાભાઈ રામાભાઈને સસ્પેન્ડ કરી દેવાયા છે.તેમજ ત્રણ જી.આર.ડી. અને હોમગાર્ડ જવાનો વિરુદ્ધ પણ શિક્ષાત્મક કાર્યવાહી  કરી છે. સરહદી બોર્ડર પરથી ટ્રકમાં આટલી મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ  એલસીબી પોલીસ જપ્ત કરી શકતી હોય તેમાં સ્થાનિક પોલીસની બેદરકારી છતી થઈ રહી છે તે હકીકત છે.

જિલ્લા પોલીસ વડાના કડક વલણને લઈ બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તેમજ સ્થાનિક પોલિસ પણ પોતાની ફરજ પ્રત્યે વધુ સજાગ જોવા મળી રહી છે. વધુમાં આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે.જ્યારે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપવા માટેના ચક્રો ગતિમાન કરી દેવાયા છે.

સંબંધિત સમાચાર