રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણના જીમખાના પાછળ ચોરીના બાઈકો સાથે શખ્સ ઝડપાયો

પાટણના જીમખાના પાછળ ચોરીના બાઈકો સાથે શખ્સ ઝડપાયો

પાટણ શહેરમાંથી ચોરી કરેલ બાઈક જીમખાના પાછળ બાવળની ઝાડીમાં સંતાડી રાખનાર બાઈક ચોરને ચોરીના બે બાઈક સાથે પાટણ એ ડિવિઝન પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતની મળતી હકીકત મુજબ પાટણ શહેરમાં મિલ્કત સબંધી તેમજ ચોરીના બનાવ અટકાવવા તેમજ બનેલ બનાવોના ભેદ ઉકેલવા પાટણ એ ડિવિઝન પી.આઈ કે.જે.ભોયેના સીધા માર્ગદર્શન મુજબ સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો પાટણ સીટી એ ડીવી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમ્યાન હકીકત મળેલ કે પાટણ નગરપાલિકાની પાછળ જીમખાના નજીક બાવળની ઝાડી નજીક એક શકમંદ ઇસમ બાઈક સાથે ઉભો છે જે હકીકત આધારે ટીમે ધટના સ્થળે પહોંચી ગુજકોપમાં સર્ચ કરતા સદર બાઈક જેનો રજી.ન.GJ.24.AE. 5820 નો પાટણ સીટી એ ડીવી પો.સ્ટે.માં ચોરી થયેલાનો ગુનો નોંધાયો હોવાનું જાણવા મળતા આ કામે પકડાયેલ ઇસમને પુછતા તેણે અન્ય એક બજાજ કંપનીનુ પલ્સર મો.સા ચોરેલ હોવાનું અને જીમખાના પાછળ બાવળની ઝાડીમાં રાખેલ હોવાનું જણાવતાં પોલીસે ચોરીના બંન્ને બાઈક સાથે દશરથજી અનારજી ઠાકોર રહે.ધનાવાડા ઠાકોરવાસ તા.સિધ્ધપુર જી.પાટણ વાળાની અટકાયત કરી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.      

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર