રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાના કાંટ નજીક આવેલ રવેચી માતાના મંદિરના તાળા તૂટ્યા

ડીસાના કાંટ નજીક આવેલ રવેચી માતાના મંદિરના તાળા તૂટ્યા
અજાણ્યા બે તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ; ડીસાના કાંટ રોડ પર આવેલા રવેચી માતાજીના મંદિરના અજાણ્યા તસ્કરોએ તાળા તોડીને લાખોના દાગીના ચોરી ગયા હતા. જેમાં મંદિરમાંથી ચાંદીના છત્તર, ચાંદીના દીવા, સોનાનો ચાંદલો અને સોનાના મુગટ સહિત કુલ રૂપિયા 1,96,000/-ના દાગીનાની ચોરી થઈ છે. મંદિરના પૂજારી ચંપકભાઈએ જણાવ્યું કે, સવારે જ્યારે તેઓ મંદિરે પહોંચ્યા. ત્યારે મંદિરની પૂર્વ તરફની બારી તૂટેલી હાલતમાં જોવા મળી હતી. અંદર જઈને જોતા માતાજીની મૂર્તિઓ પરથી દાગીના ગાયબ હતા. આ ઘટનાની જાણ થતાં જ મંદિરના ટ્રસ્ટીઓ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરીની ઘટના કેદ થઈ છે. જેમાં બે અજાણ્યા શખ્સો ચોરી કરતા જોવા મળે છે.આ મામલે ફરીયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર