પાલનપુર નગરપાલિકાની વહીવટી અણ આવડતને કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે શહેરના વોર્ડ નં.6 ના અંબિકા નગરમાં રોડ ખોદી દેતા વાહન ચાલકો સહિત સ્થાનિકોમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે. પાલનપુર નગરપાલિકાના વોર્ડ નં.6 વિસ્તારના અંબિકાનગર જૈન દેરાસર પાસે જાહેર રોડ તોડી નાંખતા લોકોને જીવના જોખમે અવર જવર કરવા મજબૂર બનવું પડ્યું છે. રોડ તોડીને તેનો કાટમાળ હટાવવાની પણ તસ્દી લેવાઇ નથી. જેથી સ્થાનિકોને પડવા આખડવાનો ભય સતાવી રહ્યો છે. તો વળી વાહનચાલકોને પણ ટાયર પંક્ચર અને વાહન નુકસાનીના ભય વચ્ચે અકસ્માતની દહેશત વર્તાઈ રહી છે. ત્યારે આક્રોશિત સ્થાનિકોએ નગર પાલીકાના સભ્યો સહીત શાસકો ઉપર ફિટકારની લાગણી વરસાવી હતી.
પાલનપુરના અંબિકા નગરમાં જાહેર રોડ ખોદતાં સ્થાનિકોમાં રોષ અકસ્માતની ભીતિ

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#public safety#Palanpur Municipality#Community Concerns#Road Maintenance#Infrastructure Problems#Local Issues#Civic Administration#Traffic Hazards#Resident Anger#Ambika Nagar
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
22 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
