16 ફેબ્રુઆરીએ 1.20 લાખથી વધુ મતદારો 127 મથકો પર મતદાન કરશે; મહેસાણા જિલ્લામાં આગામી 16 ફેબ્રુઆરી 2025ના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં કુલ 1,20,751 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં 61,642 પુરુષ, 59,087 મહિલા અને બે થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. જિલ્લામાં 68 મતદાન કેન્દ્રો પર કુલ 127 મતદાન મથકો ઊભા કરવામાં આવશે, જ્યાં 664 જેટલો પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે. ખેરાલુ અને વડનગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ઉપરાંત, મહેસાણા જિલ્લા પંચાયતની મલેકપુર બેઠક અને વિવિધ તાલુકા પંચાયતોની ખાલી પડેલી બેઠકો માટે પણ મતદાન યોજાશે. આમાં ખેરાલુ તાલુકા પંચાયતની ત્રણ, વડનગર, વિજાપુર, જોટાણા અને કડી તાલુકા પંચાયતની બેઠકોનો સમાવેશ થાય છે. વડનગર નગરપાલિકાની 28 બેઠકોમાંથી છ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. વોર્ડ નંબર બેમાં બે મહિલા, વોર્ડ પાંચમાં એક મહિલા અને વોર્ડ સાતમાં બે મહિલા અને એક પુરુષ ઉમેદવાર બિનહરીફ થયા છે. બીજી તરફ, ખેરાલુ નગરપાલિકાની 24 બેઠકોમાં પાંચ ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચ્યા છે. વોર્ડ નંબર બેમાં કોંગ્રેસના ત્રણ અને આપ તથા અપક્ષના એક-એક ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચતા, ભાજપના ત્રણ ઉમેદવારો બિનહરીફ થવાની શક્યતા છે.
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
મહેસાણા જિલ્લામાં 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજયની ચુંટણી; 664 જેટલો પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#elections#district#mehsana#government#February 16#duty#local#self#664 polling#staff#will be on
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણામાં દિવાળી પર્વે ફૂડ વિભાગની વિશેષ ઝુંબેશ:વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવાયા
1 દિવસ પહેલા
મહેસાણાઉનાવા માર્કેટયાર્ડ દિવાળીના તહેવારોને લઈને બંધ રહેશે
3 દિવસ પહેલા
મહેસાણાસિદ્ધપુરમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા વીજકર્મીના પરિવારને ₹૫ લાખનો વીમા ચેક અપાયો
3 દિવસ પહેલા
મહેસાણાઊંઝા એપીએમસી ખાતે ભારત સરકાર તથા ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી
1 અઠવાડિયા પહેલા
