રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

હારીજમાં દારૂનો અડ્ડો વાયરલ: પાટણ પોલીસની કામગીરી સામે સવાલો

હારીજમાં દારૂનો અડ્ડો વાયરલ: પાટણ પોલીસની કામગીરી સામે સવાલો

સગીર બાળક પાસે બુટલેગરો દારૂનું વેચાણ કરાવતા હોવાનું સામે આવ્યું

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના વેજાવાડા ગામ નજીક જાહેર માર્ગ પર કેબીનની આડમાં ખુલ્લેઆમ વિદેશી દારૂનો અડ્ડો ધમધમતો હોવાનો એક વીડિયો વાઈરલ થતાં પોલીસ ની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. આ વીડિયોમાં સગીર વયના બાળક પાસે બુટલેગરો ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરાવવામાં આવતું હોવાના દૃશ્યો કેદ થયા છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, જે ઉંમરે બાળકને શિક્ષણ મેળવવું જોઈએ, તે ઉંમરે તેને દારૂ વેચવાની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ધકેલી દેવામાં આવ્યો છે. હારીજના વેજાવાડા ગામ નજીક જાહેર રોડ પર બૂટલેગરો કોઈ પણ જાતના ડર વગર કેબીનની આડમાં વિદેશી દારૂનું નેટવર્ક ચલાવી રહ્યા છે.સામાન્ય રીતે વાહન ચાલકોના દસ્તાવેજો અને હેલ્મેટ ચકાસવામાં સક્રિય રહેતી સ્થાનિક પોલીસને મુખ્ય માર્ગ પર ચાલતો આ દારૂનો અડ્ડો કેમ દેખાતો નથી, તે અંગે લોકોમાં અનેક ચર્ચાઓ જાગી છે. 

આ ઘટનાએ બૂટલેગરો સામે કડક કાર્યવાહીના પોલીસના દાવાઓ પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે.ગાંધીના ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી હોવા છતાં, આ પ્રકારે જાહેર માર્ગ પર દારૂના સ્ટેન્ડ કોના આશીર્વાદથી ધમધમી રહ્યા છે તે એક મોટો સવાલ છે. હારીજ વિસ્તારમાં બૂટલેગરો દ્વારા પોલીસના કાયદાના ડર વગર જાહેરમાં દારૂનું વેચાણ કરીને તંત્રની આબરૂના ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા છે.આ સમગ્ર મામલે બુટલેગરો અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકો દ્વારા માંગ ઉઠી છે. આ બાબતે હારીજ પીઆઈ એ.બી.મહેરિયાએ જણાવ્યું હતું કે, આ વીડિયો જૂનો છે. અમે ગઇકાલે રાત્રે જ રેડ કરી હતી ત્યારે, આવું કોઈ તાપસમાં આવ્યું નથી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર