રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

દારૂબંધીના લીરેલીરા ઉડ્યા: વાવની અસારા ખરડોલ કેનાલ પાસેથી ₹22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

દારૂબંધીના લીરેલીરા ઉડ્યા: વાવની અસારા ખરડોલ કેનાલ પાસેથી ₹22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ વાવ પોલીસ સ્ટાફના મિત્રોમાં ભરતસિંહ રાજપૂત જેતશીભાઈ પરમાર નરેન્દ્રસિંહ તેમજ ઇલેષચંદ્ર પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન પોલીસને મળેલી ચોકસ બાતમી અનુસાર માવસરી તરફથી અસારા કસ્ટમરોડ તરફ એક ફોરચ્યુંનર અને સ્વીફ્ટ ગાડી આવી રહી છે. તે ગાડીને પોલીસ મિત્રોએ રોકવાનો પ્રયાસ કરવા છતાં ગાડી ચાલકે ગાડી ભગાડી દેતા બને ગાડીઓ અસારા ખરડોલ ગામની કેનાલ પાસે અથડાતા અકસ્માત સર્જાયો હતો. 

તેવામાં પીછો કરી રહેલી પોલીસ ત્યાં પહોંચી બને ગાડીઓની તલાશી કરતા અંદાજીત 8.5 લાખના વિદેશી દારૂની બોટલ નંગ 4416 તેમજ બને ગાડીઓની કિંમત મળી કુલ અંદાજીત રૂ 22 લાખનો મુદામાલ તેમજ આરોપીમાં વિપુલ રામસેગ રાજપૂત રહે. અસારા તા.વાવ અને વિપુલ હાવા રાજપૂત રહે.અસારાને પકડી જેલ હવાલે કરેલ છે. અન્ય બે અજાણ ઈસમો સહિત કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ પ્રો.એક્ટ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ વાવ પી.આઇ.એસ.એમ. વસાવા ચલાવી રહ્યા છે. ચૂંટણીના સમયે આટલી મોટી માત્રામાં દારૂ ઝડપાતા વાવ પોલીસની કામગીરી સરાહનીય બની છે. બુટલેગરોમાં ફફડાટ જોવા મળ્યો છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર