રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા6 જુલાઈ, 2025| Super Admin

પાલનપુરમાં ભારે વરસાદ બાદ થાળે પડતું જન જીવન

પાલનપુરમાં ભારે વરસાદ બાદ થાળે પડતું જન જીવન
ટીમ નગરપાલિકાએ વરસાદી પાણીના નિકાલ માટેની 73 ફરિયાદોનો કર્યો ત્વરિત નિકાલ પાલનપુરમાં મેઘરાજાના ધમાકેદાર આગમનને પગલે શહેરમાં જળ બંબાકાર જેવી સ્થિતિ વચ્ચે ઠેરઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જોકે, પાલનપુર નગરપાલિકા દ્વારા ધારાસભ્યના માર્ગદર્શન તળે  ટીમ વર્ક થકી વરસાદી પાણી ભરાવવા સહિતની 73 ફરિયાદો નો ત્વરિત નિકાલ કર્યો હતો. પાલનપુર શહેરમાં થયેલા ભારે વરસાદને લઈને વહેલી સવાર થી જ પાલનપુરના ધારાસભ્ય નગરપાલિકા ખાતે દોડી આવ્યા હતા. જ્યાં  નગરપાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ સહિત મુખ્ય અધિકારી અને નગરપાલિકાના નગરસેવકો અને કર્મચારી સાથે રાખી જુદા જુદા સ્તરે જરૂરિયાત મુજબ મશીનરી અને માણસો દ્વારા જ્યાં જ્યાં વરસાદી પાણી ભરાય ત્યાં ટીમ મોકલી ને પાણી નું આયોજનબદ્ધ રીતે નિકાલ  કરાવવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય માર્ગ જેમ કે ડેરી રોડ, ગોબરી રોડ, ગઠામણ પાટિયા આસપાસ રામજી નગર, કૈલાશ નગર, સધી માતા મંદિર, હનુમાન ટેકરી, એંગોલા રોડ, પારપડા રોડ, સરદાર પટેલ નગર, સિદ્ધરાજ જયસિંહ નગર, સહજાનંદ સોસાયટી સહિત જુદી જુદી જગ્યાએ જરૂરિયાત મુજબની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તાર જેમ કે મફતપૂરા, જનતા નગર, જામબાઈની વાડી, કોલેજ કમ્પાઉન્ડ વિસ્તાર માં ખાસ ટીમ મોકલીને વરસાદી પાણીનો નિકાલ કરાવવામાં આવ્યો હતો. આમ, પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકીની આગેવાનીમાં ટીમ નગર પાલિકા દ્વારા અંદાજે 73 જેટલી ફરિયાદોનો ત્વરિત નિકાલ કરાવતા નગરજનોએ પણ હાશકારો અનુભવ્યો હતો. મશીનરી સાથે પાલિકાનો સ્ટાફ જોતરાયો; પાલનપુરમાં ભારે વરસાદને પગલે ઠેરઠેર વરસાદી પાણી ભરાતા જન જીવન અસ્ત વ્યસ્ત બન્યું હતું. ત્યારે ટીમ પાલિકા દ્વારા 6 જેસીબી, 15 ટ્રેકટર, 3 છોટા હાથી, 3 લોડર મશીન થકી વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં સેનિટેશનના 80 અને બાંધકામના 30 કર્મીઓનો સ્ટાફ મળી 110 કર્મીઓ પણ ખડેપગે હાજર રહ્યા હોવાનું પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી એ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર