રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા23 માર્ચ, 2025| Super Admin

પાલનપુર તાલુકાના વાસણ ગામ ખાતે દીપડાનો આતંક, ગ્રામજનોમાં ભયનો માહોલ

પાલનપુર તાલુકાના વાસણ ગામ ખાતે દીપડાનો આતંક, ગ્રામજનોમાં ભયનો માહોલ
વન વિભાગ એ રેસ્ક્યુ કરી દીપડાને પકડી પાંજરે પુરાયો બે વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ પહોંચાડી હતી; પાલનપુર તાલુકાના વાસણ ગામમાં એક દીપડો ઘૂસી આવતા ભારે દોડધામ મચી ગઈ હતી. ગામના એક ખેતરમાં આવેલા રહેણાંક મકાનમાં દીપડો દેખાતા આસપાસના લોકોએ ભય સાથે દીપડાને પકડવા પ્રયાસ શરૂ કર્યો હતો. આ ઘટનાને લઈને ગામ અને આજુબાજુના વિસ્તારમાં ભારે અફડા તડાપડી મચી ગઈ હતી. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા અને દીપડાને કાબૂમાં લેવા માટે દોડધામ ચાલી હતી. ગામલોકોએ તરત જ વનવિભાગને જાણ કરતા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વનવિભાગની ટીમે સંપૂર્ણ સાવચેતી સાથે દીપડાનું રેસ્ક્યુ કર્યું કરી પાંજરે પૂરવામાં આવ્યો હતો. જેના પગલે ગ્રામજનોએ હાસકારો અનુભવ્યો હતો ગામલોકોના જણાવ્યા મુજબ, વાસણ ગામથી 20 કિલોમીટરના અંત્તરે ચિત્રાસણી, હાથીદરા, બાલારામ અને જેસોર જેવા ઘાટ વિસ્તારમાં જંગલો આવેલાં હોવાથી તે વિસ્તારમાંથી દીપડો ગામમાં ઘૂસ્યો હોવાની શક્યતા છે. અંતે, વનવિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડવામાં આવશે, જેથી કોઈ જાનહાનિ ન થાય. આ ઘટનામાં બે વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ થઈ હોવાનું લોકોએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર