રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણકા જુગારધામ પર ત્રાટકી LCB; ₹6.82 લાખના મુદ્દામાલ સાથે 5 શખ્સો જેલભેગા

પાટણકા જુગારધામ પર ત્રાટકી LCB; ₹6.82 લાખના મુદ્દામાલ સાથે 5 શખ્સો જેલભેગા

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં ચાલતા જુગારધામ પર પાટણ LCB એ દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે એક શખ્સ નાસી છૂટ્યો હતો. પોલીસે સ્થળ પરથી કુલ 6.82 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં કાર, મોટરસાયકલ, મોબાઈલ ફોન અને રોકડ રકમનો સમાવેશ થાય છે. પાટણ LCB પોલીસનો સ્ટાફ સાંતલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો, ત્યારે તેમને બાતમી મળી હતી. બાતમી મુજબ, પાટણકા ગામની સીમમાં મહેશ ગેલા પરમાર પોતાના ખેતરની ખુલ્લી છાપરીમાં બહારથી લોકોને બોલાવી જુગાર રમાડી રહ્યો હતો. 

આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને ખેતરમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, છાપરીમાં ગંજીપાના વડે જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે પાંચ શખ્સોને પકડી પાડ્યા હતા, જ્યારે પીન્ટુભા કરશનજી જાડેજા નામનો એક શખ્સ પોલીસને જોઈને નાસી છૂટ્યો હતો. પોલીસે ઝડપાયેલા શખ્સોની અંગઝડતી અને સ્થળ પરની તપાસમાં 92,000 રૂપિયા રોકડા, 40,000 રૂપિયાની કિંમતના ચાર મોબાઈલ ફોન, 50,000 રૂપિયાની કિંમતની બે મોટર સાયકલ અને 5,00,000 રૂપિયાની એક બલેનો કાર સહિત કુલ 6,82,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા શખ્સોમાં ખેતર માલિક મહેશ ગેલા પરમાર (રહે.પાટણકા),સિધ્ધરાજસિંહ નશુભા જાડેજા (રહે. સાંતલપુર), લાલા ડાહ્યા આયર (રહે.લખાગઢ, રાપર), વિભા ભોજા આયર (રહે. ફાંગલી) અને નગા મોમાયા આયર (રહે.બરારા) નો સમાવેશ થાય છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ઝડપાયેલા મોટાભાગના આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અને અગાઉ પણ જુગારના ગુનાઓમાં તેમની સામે ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે. આ શખ્સો સંગઠિત રીતે જુગાર રમી રમાડતા હોવાનું સામે આવતા, પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારાની કલમ 112 અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 112 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર