બનાસકાંઠા એલસીબી પોલીસે વડગામ તાલુકાના જલોત્રા ગામની સીમમાં દરોડો પાડીને મોટી કાર્યવાહી કરી છે. પોલીસે હરેશભાઇ નવિનભાઇ ચૌધરીના ખેતરમાં આવેલી ઓરડીમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સ્ટાફ વડગામ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે ઓરડીમાંથી વિદેશી દારૂ અને બીયરની કુલ 791 બોટલ અને ટીન જપ્ત કર્યા છે, જેની કિંમત રૂ. 2,85,383 થવા જાય છે. આ કેસમાં પાલનપુર તાલુકાના ગોઢ ગામના બે આરોપીઓ અશોકસિંહ ખુશાલસિંહ અને અણવીરસિંહ બળવંતસિંહ ડાભી સામેલ છે. પોલીસ રેઇડ દરમિયાન બંને આરોપીઓ હાજર ન મળતા તેમની વિરુદ્ધ વડગામ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
એલસીબી પોલીસે જલોત્રા પાસેથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Prohibition Enforcement#Rural Crime Gujarat#LCB Police Raid#Banaskantha Liquor Seizure#Illegal Foreign Liquor#Jalotra Village Crime#Vadgam Taluka News#Farmhouse Liquor Storage#Police Action Gujarat#Palanpur Taluka Involvement#LCB Crime Investigation#2.85 Lakh Seized
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
8 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
