રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | સિદ્ધપુર

સિધ્ધપુરમાં એલસીબીની કાર્યવાહી; ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પદાર્થ જપ્ત

સિધ્ધપુરમાં એલસીબીની કાર્યવાહી; ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પદાર્થ જપ્ત

પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયીની સૂચના મુજબ સિધ્ધપુરમાં એલસીબી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે સિધ્ધપુરના તાહીરપુરા અબ્બાસીબાગ સોસાયટી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે રફીકખાન અમીખાન કુરેશી પાસેથી ૭૬૫ લિટર શંકાસ્પદ ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પદાર્થ જપ્ત કર્યો છે. આ પેટ્રોલિયમ પદાર્થની કિંમત રૂ. ૬૫,૦૨૫ આંકવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી ૧૦ ખાલી કેરબા, એક ઇલેક્ટ્રિક મોટર, એક નાની પારદર્શક પ્લાસ્ટિકની નળી, ત્રણ લોખંડના માપિયા અને એક સફેદ કલરનું મોટું નાળચું પણ જપ્ત કર્યું છે. કુલ મળીને રૂ. ૬૭,૩૨૫નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ માટે આરોપીને સિધ્ધપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. મામલતદાર (પુરવઠા) સિધ્ધપુરની હાજરીમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર