પાટણ જિલ્લાના આંખના દર્દીઓ માટે ફરી એક ખુશ ખબર છે અદ્યતન સાધનોથી સજ્જ એવી ધારપુર મેડિકલ કોલેજના આંખના વિભાગમાં હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ.પારુલ શર્મા ના અથાગ પ્રયત્નો થકી પાટણની જનતા માટે GETCO કંપનીના CSR ફંડમાંથી છારી ઉતારવાનું લેઝર મશીન ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે. આ મશીનનું લોકાર્પણ ધારપુર મેડિકલ હોસ્પિટલ ના ડીન ડૉ. હાર્દિક શાહ અને મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ.પારુલ શર્મા,અધિક ડીન ડૉ.બથીજા ના વરદ હસ્તે ગણેશ ચતુર્થી ના પાવન દિવસે કરવામાં આવ્યું હતું. લોકાર્પણ સમારોહમાં આંખના વિભાગના વડા ડૉ.સોનલ અગ્રવાલ, અને વિવિધ વિભાગના તજજ્ઞ, RMO, નર્સિંગ સુપ્રીટેન્ડેન્ટ અને નર્સિંગ સ્ટાફ તથા OPD દર્દીઓ હાજર રહ્યા હતા.ધારપુર મેડિકલ હોસ્પિટલમાં આ મશીન ઉપલબ્ધ બનતા હવે મોતિયાના ઓપરેશન પછી થતી છારી કાઢવામાં તથા ઝામર માટે લેઝર કરવા દર્દીઓને અન્ય કોઈ જગ્યાએ જવાની જરૂર નહિ પડે.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
ધારપુર હોસ્પિટલમાં આંખના વિભાગમાં છારી ઉતારવાનું લેઝર મશીન કાર્યરત કરાયું

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Patan district#Healthcare Infrastructure#Cataract laser machine#Medical equipment upgrade#Eye department enhancement#Hospital modernization#GETCO CSR initiative#Dharpur Medical Hospital#OPD patient benefit
સંબંધિત સમાચાર
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
7 મિનિટ પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
9 મિનિટ પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
2 દિવસ પહેલા
પાટણપાટણમાં યુવાનો માટે રોજગારલક્ષી પહેલ: રાહતદરે સ્ટેનોગ્રાફીનો કોર્સ શરૂ થયો
2 દિવસ પહેલા
