રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ભાભર

ભાભર- રાધનપુર હાઇવે પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ભાભર- રાધનપુર હાઇવે પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
ગાંધીનગર એસએમસીએ દારૂનો જથ્થો ઝડપ્યો, સ્થાનિક પોલીસ ઊંઘતી રહી આઇસર ગાડીમાં ઉપરની સાઈડ વેસ્ટ કચરો અને નીચે ચોર ખાનામાં દારૂનો જથ્થો છુપાવ્યો હતો ભાભર ખાતે વિજીલન્સ પોલીસ ટીમે મોટી માત્રામાં પર પ્રરપ્રાંતિય દારુ ઝડપી લીધો છે. જ્યારે સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. ભાભર વિસ્તારમાં એસએમસીની ટીમના પીએસઆઇ ડી.પી ભાટી તથા સ્ટાફના જવાનો  પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ટીમને ખાનગી રાહે બાતમી મળી કે  સુઈગામ તરફથી વેસ્ટ પ્લાસ્ટિક ભરેલ આઈશર ગાડી (નં.DD 01 G 9763) આવે છે. તેથી ભાભર રાધનપુર હાઈવે પર આવેલ ભાભર તાલુકા પંચાયત કચેરી સામે ટીમે  આઈશર ગાડીને રોકાવીને ગાડીમાં તપાસ કરતા ગાડીના નીચે ગુપ્ત ખાનામાંથી પર પ્રાતિય વિદેશી દારુની બોટલો જોવા મળી હતી. જેમાં બોટલ 1176  નંગ (કીમત રુપિયા 17,5,025) સાથે આઈસર ગાડી ચાલકને ઝડપી પાડયો હતો. જેમાં વિદેશી દારુ, વેસ્ટ પ્લાસ્ટિક અને આઈસર ગાડી સહિત કુલ રૂ.32,84,980 ના મુદામાલ સાથે આરોપી મનોહરસિંહ મોહનલાલ વિષનોઈ (રહે.લામ્બા જોધપુર રાજસ્થાન) ને ભાભર પોલીસ મથકે લાવી તેમજ અન્ય લોકોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરેલ છે. જેથી સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર