રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાના ખેટ્વા બસ સ્ટેન્ડ પાસે રીક્ષાની ટક્કરથી મજૂરનું મોત

ડીસાના ખેટ્વા બસ સ્ટેન્ડ પાસે રીક્ષાની ટક્કરથી મજૂરનું મોત
ફરાર સીએનજી રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ; હાલમાં બાજરી લેવાની ચાલતી સિઝન વચ્ચે ડીસા તાલુકાના ખેટવા ગામે અલગ અલગ ખેતરોમાં મજૂરો બાજરી વાઢવાનુ કામ કરતા હતા અને અલગ અલગ જગ્યાએ રોકાતા હતા ત્યારે આજરોજ બપોરના સવા બારેક વાગ્યે મજૂરો ખેટવા ગામે હાઇવે રોડ ઉપર એક ખેતરથી બીજા ખેતરે હાઇવે રોડની સાઇડમાં ચાલતા ચાલતા જતા હતા. ત્યારે ડીસા તરફથી એક રીક્ષા ચાલક પુરઝડપે અને ગફલતભરી રીતે રીક્ષા ચલાવી રામાભાઇને ટક્કર મારતા તે રોડની સાઇડમાં બેભાન થઈ પડી ગયેલ.જ્યારે રીક્ષાનો ચાલક તેની રીક્ષા રોડ ઉપર પલ્ટી ખાઇ ગયેલ હાલતમાં મુકીને નાશી ગયેલો. ત્યાર પછી ઈજાગ્રસ્તના ભાઈ દલાભાઇ કમાભાઇ સોલંકી એ રીક્ષાનો નંબર જોતા સી.એન.જી. રીક્ષા નં.GJ-08-AX-2156 નો હતો. ત્યાર પછી ૧૦૮ એબ્યુલન્સ દ્વારા તેને ભીલડી સરકારી હોસ્પીટલમાં લઇ ગયેલા.પણ ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરેલ. આ બાબતે મૃતકની પત્નીએ રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર