બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
કમોસમી માવઠા ઇફેક્ટ; વેડંચા -ભાવિસણા વચ્ચેનું નાળું ધોવાયું

નાળું ધોવાતા રાહદારીઓ સહિત વાહન ચાલકો અટવાયા; પાલનપુર પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથેના વરસાદે વિનાશ નોતર્યો છે. ત્યારે પાલનપુર તાલુકાના વેડંચા અને ભાવિસણાને જોડતા રસ્તા પરનું નાળુ ધોવાઇ ગયું હોવાનું સામે આવ્યું છે. પાલનપુર તાલુકાના વેડંચા અને ભાવિસણા ગામ વચ્ચે આવેલા નાળાનું ત્રણ માસ અગાઉ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામ કરાયું હતું. જે દિવાલ કરાવી હતી તે દિવાલ તૂટી ગઈ હતી. જેથી વેડંચા- ભાવિસણા રોડ પરથી ચાલતા હજારો રાહદારીઓ અને વાહન ચાલકો અટવાયા હતા. સવારે પશુપાલકો પોતાનું દૂધ ન ભરાવી શક્યા તો મહિલાઓને બાળકો ઘૂંટણ સમા પાણીમાં ચાલવા મજબૂર બન્યા હતા. માર્ગ અને મકાન વિભાગને કારણે ફરી એકવાર આ માર્ગ પર લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. માત્ર ત્રણ માસમાં બનાવેલ નાળુ તૂટી જતા સ્થાનિકોએ નાળાની કામગીરીની ગુણવત્તા પર સવાલો ઉઠાવ્યા હતા.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#Emergency Response#Community Impact#Palanpur Taluka#Infrastructure Damage#Public Safety Concerns#Kamosami Mavtha Effect#Drain Collapse#Vedancha-Bhaisana Road#Heavy Winds and Rain#Road and Building Department#Pedestrian Access Issues#Construction Quality#Local Criticism
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
5 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
