રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

કાકોશી તાવડીયાના શેર બ્રોકર કૌભાંડનો પર્દાફાશ: છેતરપિંડી કરતી ગેંગના બે સાગરીતો ઝડપાયા

કાકોશી તાવડીયાના શેર બ્રોકર કૌભાંડનો પર્દાફાશ: છેતરપિંડી કરતી ગેંગના બે સાગરીતો ઝડપાયા

કાકોશીના તાવડીયાથી શેરબ્રોકર હોવાનુ જણાવી શેરબજારમાં રોકાણ કરવાના નામે છેતરપીંડી,વિશ્વાસઘાત કરતી ગેંગના બે ઇસમોને પાટણ એલસીબી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. 

આ બાબતે પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ, પાલનપુર તથા પોલીસ અધિક્ષક પાટણ વી.કે.નાયી નાઓએ પાટણ જીલ્લામાંથી મિલ્કત સબંધી ગુના શોધી કાઢવા કરેલ સુચના આધારે આર.જી.ઉનાગર પો.ઈન્સ.એલ.સી.બી.પાટણ નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો કાકોશી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

 દરમ્યાન મળેલ હકીકત આધારે તાવડીયા ગામે ખાતે ગૌસ્વામી અજયપુરી રાજેશપુરી રહે-તાવડીયા તા.સિધ્ધપુર જી.પાટણ વાળાના ત્યાં પંચો સાથે રેડ કરતાં સદરી ઇસમ અન્ય એક આરોપી સાથે એકબીજાના મેળાપીપણામાં રહી એંડ્રોઇડ મોબાઇલ ફોનમાં એન્જલ વન નામની એપ્લીકેશન રાખી જેમાં શેરબજારના ભાવની વધ-ઘટ જોઇ સાદા કીપેડ વાળા મોબાઇલ ફોન દ્વારા ગ્રાહકોને ફોન કરી પોતે ખોટુ નામ ધરણ કરી સેબીના કોઇપણ પ્રકરના લાઇસન્સ વગર લોકોને શેરબજારમાં વધુ નાણાં કમાવવાની ટીપ્સ આપી જે ગ્રાહક શેરબજારમાં પૈસા રોકવા પ્રેરાય તેની સાથે શેરબજારના નામે વિશ્વાસઘાત છેતરપીંડી ઠગાઇ કરવાના ઇરાદે ગુનાહીત કાવતરૂ રચી એકબીજાને મદદગારી કરી ગુનો આચરતા કુલ મોબાઇલ નંગ-09,લેપટોપ નંગ-01 પ્રીન્ટર-01 બેંક પાસબુક,ચેકબુક સહીત જરૂરી સાહીત્ય મળી કુલ.રૂ.68500 ના મુદ્દામલ સાથે આરોપી ગૌસ્વામી અજયપુરી રાજેશપુરી રહે-તાવડીયા તા.સિધ્ધપુર જી.પાટણ અને ભરતજી હમીરજી ઠાકોર રહે-ગુંછળી તા.વિજાપુર જી.મહેસાણાને ઝડપીતેઓના વિરૂધ્ધમાં કાકોશી પો.સ્ટે ગુ.ર.કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan#Kakoshi

સંબંધિત સમાચાર