રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

જણસીની આવક : ડીસા માર્કેટયાર્ડોમાં ઉનાળુ સીઝનની નવી બાજરીની આવક શરૂ

જણસીની આવક : ડીસા માર્કેટયાર્ડોમાં ઉનાળુ સીઝનની નવી બાજરીની આવક શરૂ

બાજરીનો ભાવ પ્રતિ મણ 455 થી 465 રૂપિયા સુધી મળ્યા

સોમવારના ૩૮૨ બોરીની આવક સાથે આગામી દિવસોમાં વધુ આવક નોંધાશે

ડીસા તાલુકા માં ૨૮૭૮૨  હેક્ટરમાં બાજરીનું વાવેતર થયેલ 

ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ઉનાળુ પાક લેવાની કામગીરી શરૂ થઈ છે. ત્યારે અનાજ માર્કેટમાં પણ જણસીની આવક જોવા મળી રહી છે. જેમાં બાજરીની સોમવારના રોજ ૩૮૨ બોરીની આવક નોંધાઈ છે. તાલુકામાં ૨૮૭૮૨ હેક્ટરમાં વાવેતર થયેલ બાજરીનો પાક તૈયાર થઇ જતા કાપણીની કામગીરી પણ હવે પૂરજોશમાં શરૂ થશે.પરંતુ બાજરીનું અષાઢુ વાવેતર કરેલ ખેડૂતોએ બાજરી લેવાની શરૂઆત કરતા ડીસા માર્કેટયાર્ડમાં પણ નવી બાજરી આવક શરૂ થઇ ગઇ છે. ડીસા અનાજ માર્કેટમાં સોમવારના રોજ ૩૮૨ બોરી બાજરીની આવક જોવા મળી હતી. અને ખેડૂતોને નવી બાજરીના પ્રતિમણ ૪૫૫ થી ૪૬૫ સુધીના ભાવ મળ્યા હતા. જોકે દર વર્ષેની સરેરાશ સરખામણી જેટલું વાવેતર થયું છે. ત્યારે ચાલુ વર્ષે અનુકૂળ વાતાવરણના કારણે બાજરીનું ઉત્પાદન પણ સારું થવાની ખેડૂત વર્ગમાં આશા જાગી છે.  જેના કારણે ખેડૂત વર્ગમાં ખુશીનો માહોલ છવાયો છે. ત્યારે માર્કેટમાં પણ બાજરીના સારા ભાવ મળી રહે તેવુ ઇચ્છી રહ્યા છે.

 

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર