રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા2 જુલાઈ, 2025| Super Admin

જળ શક્તિ મંત્રાલયની ટીમ ડીસાના જળ સંચય મોડેલથી પ્રભાવિત

જળ શક્તિ મંત્રાલયની ટીમ ડીસાના જળ સંચય મોડેલથી પ્રભાવિત
કેન્દ્ર સરકારની ટીમ દ્વારા મોડેલ તળાવ અને ખેત તલાવડીઓનું નિરીક્ષણ; ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય, દિલ્હીની એક ટીમે સોમવારે  ડીસાના જળ સંચય અને જળ સંગ્રહ અભિયાનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ટીમે સ્થાનિક ખેડૂતો દ્વારા અમલમાં મુકાયેલા અનેક સફળ મોડેલનું નિરીક્ષણ કર્યું, જેનાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. ટીમે સૌપ્રથમ માલગઢ ખાતેના મામાનગર મોડેલ સિંચાઈ તળાવની મુલાકાત લીધી. આ તળાવ સિંચાઈ માટે પાણી પૂરું પાડવાની સાથે, તેમાં રિચાર્જ કરતા ટ્યુબવેલનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે ભૂગર્ભ જળ રિચાર્જમાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત, દિલ્હીથી આવેલી ટીમે ડીસાના ખેડૂતો દ્વારા અપનાવવામાં આવેલી ખેત તલાવડીની પદ્ધતિને પણ ઝીણવટપૂર્વક નિહાળી. ખેડૂતો વરસાદી પાણી દરિયામાં વહી ન જાય તે હેતુથી ખેત તલાવડીઓમાં વરસાદી પાણીનો સંગ્રહ કરીને તેનો ખેતીમાં ઉપયોગ કરે છે. આ મોડેલ જળ સંરક્ષણ માટેનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. દિલ્હીથી આવેલી ટીમે ડીસાના ખેડૂતો દ્વારા કરવામાં આવતા જળ સંચય અને જળ સંગ્રહના પ્રયાસો જોઈને અત્યંત સંતોષ અને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે આ અભિયાનને દેશના અન્ય વિસ્તારો માટે પ્રેરણાદાયક ગણાવ્યું હતું. આ મુલાકાત દર્શાવે છે કે ડીસાના ખેડૂતો પાણીના અસરકારક વ્યવસ્થાપનમાં અગ્રેસર છે.

સંબંધિત સમાચાર