બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
સરહદી વાવ-સુઇગામની ઇન્ડો પાકિસ્તાનના બોર્ડરની મુલાકાતે આઇપીએસ અધિકારીઓ પહોંચ્યા

સરહદી વાવના કૂંડાળીયા ગામે આઇજીપી આર.વી અન્સારી, આઈજીપી રાગવેન્દ્ર વત્સ, ડીઆઈજીપી નીલીપ્ત રાય, ડીઆઈજી તરુણ દુખલ સહિતના અધિકારીઓ સરહદીય વિસ્તારની મુલાકાતે
ઉચ્ચઅધિકારીઓ દ્વારા ગ્રામજનો અને સરહદી સરપંચો સાથે સંવાદ યોજાયો
સરહદી વાવ અને સુઇગામ વિસ્તારોના ગામડાઓમાં ગતરોજ સિનિયર કક્ષાના આઇ.પી.એસ.ના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત કરી હતી. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. મુલાકાત દરમિયાન સીમાના સરહદી ગામોના સરપંચો સાથે સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો.જે પસંગે આરોગ્ય શિક્ષણ સુરક્ષા જેવા મહત્વના મુદાઓ ઉપર ચર્ચા વિચારણા થઈ હતી.અને સ્થાનિક સરહદના વિસ્તારોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરાયું હતું.જોકે સરહદી વિસ્તારના માહિતગાર અને ભૂમિયા સરપંચોએ આ સરહદી વિસ્તારની પરિસ્થિતિનો સમગ્ર ચિતાર આઇ.પી.એસ અધિકારીઓને જણાવ્યો હતો.જોકે સાથે સરહદી વાવ માવસરી સુઇગામના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરો પણ જોડાયા હતા. ઉચ્ચ અધિકારીઓએ આ સરહદી વિસ્તારમાં રાત્રી રોકાણ કરી ગ્રામીણ સંકૃતિ અને ગ્રામીણ વિસ્તારની રહેણી કહેણીથી પરિચિત થયા હતા.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#Suigam#Information#Sarpanches#Indo-Pak Border#Sarhadi Vav#Rural Culture#IPS officers#Vav-Suigam#Senior officers
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
7 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
