રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ13 જુલાઈ, 2025| Super Admin

પાટણના સાંતલપુર નજીક ભારત માલા હાઇવે ક્ષતિ ગ્રસ્ત મામલે તપાસ નો ધમધમાટ શરૂ

પાટણના સાંતલપુર નજીક ભારત માલા હાઇવે ક્ષતિ ગ્રસ્ત મામલે તપાસ નો ધમધમાટ શરૂ
નેશનલ હાઈવે ઓથોરિટી ના મેમ્બર સહિત પાટણ જિલ્લા કલેકટરે સ્થળ નિરિક્ષણ કયુઁ પાટણ જિલ્લા સાંતલપુર નજીક ભારત માલા હાઇવે ક્ષતિ ગ્રસ્ત મામલાને પાટણ જિલ્લા કલેકટર સહિતની ટીમ દ્રારા ધટના સ્થળની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સમન્વયથી ઝીણવટભરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ભારત માલા હાઈવેની ગુણવંત મામલે ઉઠેલા સવાલો ને ઘ્યાન મા રાખી ને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સમન્વયથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ થી સમગ્ર મામલાની તપાસ શરૂ કરાઈ હોવાનુંજાણવા મળ્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટીના મેમ્બર વેંકટરામન અને પાટણ જિલ્લા કલેકટર તુષાર ભટ્ટની સંયુક્ત ટીમ દ્રારા તપાસ દરમ્યાનરોડના સેમ્પલ લેવામાં આવ્યા છે અને સેમ્પલની ગુણવત્તામાં ક્ષતિ માલૂમ પડશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. આ તપાસ મામલે નેશનલ હાઈવે ઓથોરિટીના મેમ્બર વેંકટરામનેરોડનું કામ કરનાર કોન્ટ્રાકટર ને નોટિસ ફટકારાઈ હોવાનું જણાવી નવીન મશીનરી અને મેન પાવર દ્વારા સત્વરે આ રોડનું સમારકામ હાથ ધરાયુ છે. અને સત્વરે રોડનું સમારકામ હાથ ધરી સુવિધા જનક પરિવહનની ખાતરી નેશનલ હાઈવે ઓથોરિટીના મેમ્બર વેંકટરામને આપી હતી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સમન્વયથી તાત્કાલિક ધોરણે આ રોડ વાહન ચાલકો માટે રીપેર કરવા માટે વધુ ટીમો કાર્યરત કરાઈ હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર