પાલનપુર આરટીઓ કચેરી ખાતે આજે આરટીઓ ઇન્સ્પેક્ટરો દ્વારા ઘંટનાદ કરી પડતર પ્રશ્નો માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જેમાં ઇન્સ્પેક્ટરોની મુખ્ય માંગો પ્રમોશન, પ્રોબેશન, ઉચ્ચ પગાર ધોરણ મેળવવું,બદલી તેમજ નનામી અરજીઓ પર પગલાં ન લેવા સહિતના મુદ્દાને લઇ ઘંટનાદ કાર્યક્રમ યોજાયો હતો. બનાસકાંઠા આરટીઓ કચેરીમાં અંદાજિત 50 કરતાં વધુ ઇન્સ્પેક્ટરો ફરજ બજાવે છે.અને તેઓ સતત સરકારના ધ્યાન ખેંચવા વિવિધ આંદોલનો કરી પોતાની માંગણી રજૂ કરી રહ્યા છે.ગુરુવારે વિરોધ દરમિયાન ઇન્સ્પેક્ટરો ઘંટનાદ વગાડી સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આરટીઓ કચેરી ખાતે છેલ્લા કેટલાય દિવસોથી જુદાજુદા સમયે જુદા જુદા કાર્યક્રમો યોજી વિરોધ કરવામાં આવી રહ્યો છે.હાલમાં આરટીઓના અધિકારીઓ અને ઇન્સ્પેક્ટરો કાળી પટ્ટી ધારણ કરીને પોતાની ફરજ બજાવી રહ્યા છે. તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બને તે પહેલા તંત્ર દ્વારા તેમનો અવાજ સાંભળી તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
પાલનપુર આરટીઓ કચેરી ખાતે ઇન્સ્પેક્ટરોનો ઘંટનાદ સાથે વિરોધ

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
46 મિનિટ પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
23 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
23 કલાક પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
