રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા23 જુલાઈ, 2025| Super Admin

વાવ શહેરમાં રોડના અભાવે ખાડા અને કાદવ કીચડનું સામ્રાજ્ય વધતાં યુવકે ભાજપનો ધ્વજ મૂકી વિરોધ નોંધાવ્યો

વાવ શહેરમાં રોડના અભાવે ખાડા અને કાદવ કીચડનું સામ્રાજ્ય વધતાં યુવકે ભાજપનો ધ્વજ મૂકી વિરોધ નોંધાવ્યો

15 હજારની જન સંખ્યા અને 8 હજાર થી પણ વધુ મતદારો ધરાવતા વાવ શહેરમાં મામુલી વરસાદ પડતાં વાવ શહેર વિવિધ વિસ્તારો માં રોડના અભાવે ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ જતાં જેમાં વરસાદી પાણી ન ભરાવા ને લઈને ઠેર-ઠેર ગંદકી નું સામ્રાજ્ય છવાઈ જતાં વાવ શહેર ખાતે એક જાગૃત નાગરિકે વાવ શહેર ના જુના બસ સ્ટેન્ડ નવા બસ સ્ટેન્ડ જેવા વિસ્તારમાં પહોંચી ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધ્વજ લગાવી વિરોધ નોંધાવી જણાવ્યું હતું કે 15 હજાર ની જન સંખ્યા ધરાવતા વાવ શહેરના વિવિધ વિસ્તારોમાં પાકા રોડ ના અભાવે ખાડાઓ પડી જતાં તેમાં પાણીનો ભરાવો થઈ જતાં ગંદકી અને કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વાવ વિધાન સભાની પેટા ચૂંટણી માં મત માગનારા નેતાજી હવે કયાં છુપાઈ ગયા છે.રોડ ના અભાવે ખાડા ઓમાં પાણી ભરાઈ જતાં ગંદકી અને કીચડ નું સામ્રાજ્ય વધી જતાં લોકો ને ચાલવું મુશ્કેલ પડી જતા ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ કમળ ના નિશાન વાળો પાણીના ખાબોચિયા માં લગાવી વિરોધ નોંધાવતા વાવ શહેરના લોકએ પણ આ વિરોધ માં સુર પુરાવી વાવ શહેર ને ખાડા રાજ માંથી મુક્તિ અપાવી વાવ શહેર માં પાકા રોડનું નવીનીકરણ કરવાની માંગ કરી હતી. જો કે વરસાદી પાણી ના ભરાવા ને લઈ ને વાવ શહેર ના વિવિધ વિસ્તારોમાં ખાડા પડી ગયા છે અને વાવ શહેર ના જુના બસ સ્ટેન્ડ વિસ્તાર માં કાદવ કીચડ નું સામરજય વધી જતાં રોગચાળા ની ભીતિ સેવાઇ રહી છે.જ્યારે નાના બાળકો અને વૃદ્ધ માણસો ને રસ્તા પરથી પસાર થવું ડોયલું બની ગયું છે.

સંબંધિત સમાચાર