રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

કાણોદરમા બે યુવતીઓ પજવણી કરનાર તત્વોએ તોડફોડ કરી હંગામો મચાવ્યો

કાણોદરમા બે યુવતીઓ પજવણી કરનાર તત્વોએ તોડફોડ કરી હંગામો મચાવ્યો
યુવતીના મકાન આગળ પડેલ કાર અને ટુ વ્હીલર તોડી 25 હજારનું નુકશાન કર્યું ડરના માર્યા મકાનમાં સંતાઈ ગયેલા પરિવારને મારી નાખવાની ધમકી અપાઈ; પાલનપુર તાલુકાના કાણોદર ગામે પાણી પૂરી ખાવા ગયેલી બે બહેનોની બે યુવકો દ્વારા આંખના ઈશારા કરી કરી પજવણી કરી હતી યુવતીએ ઈશારા કરવાનું ના પાડતા તેની અદાવત રાખી રાત્રીના સમયે આઠ જેટલા ઈસમો લાકડી ધોકા લઇ યુવતીના ઘર આગળ હંગામો કરી વાહનોની તોડફોડ કરતા ઉત્તજના પ્રસરી જવા પામી હતી. મહેસાણા જિલ્લાના વતની અને કાણોદર ગામે રહેતા એક પરિવારની બે બહેનો ગામના આવેલ માં પાર્લર પર પાણી પૂરી ખાવા ગઈ હતી. ત્યારે પાર્લર પર બેઠેલ કાણોદરના અજીતજી પ્રવીણજી ઠાકોર અને વાસણા ગામના અર્જુન સકરાભાઇ રાવળ નામના ઈસમોએ આ બે બહેનોને આંખ થી તથા હાથ થી ઈશારા કરતા આ યુવતીઓએ ઈશારા કેમ કરો છે તેમ કહેતા પાર્લરના માલિક કિશનજી રવાજી ઠાકોરે તેમને જેમતેમ બોલી પાર્લર પર થી નીકળી જવાનું કહેતા બંન્ને બહેનો પોતાના ઘરે નીકળી ગઈ હતી અને રાત્રે પરિવાર સાથે પોતાના ઘેર હતી દરમ્યાન ઉપરોકત ત્રણે ઈસમો સહિત પ્રવીણજી જેસંગજી ઠાકોર,રાજેન્દ્ર જગાજી ઠાકોર, રાજુ પ્રહલાદ ઠાકોર,પ્રકાશજી વિશેસિંહ ઠાકોર તમામ રહે. ઇન્દિરા નગર કાણોદર અને વાસણા ગામનો વિનોદ અમરત રાવળ લાકડી ધોકા લઇ આવીને હંગામો મચાવતા ભયભીત બનેલા યુવતીના પરિવારે મકાનનો દરવાજો બંધ ઘરના પુરાઈ જતા આ આઠ ઈસમોએ મકાન આગળ પડેલ કાર અને ટુ વ્હીલરની તોડ ફોડ કરી 25 હજારનું નુકશાન કરી ઘર બહાર નીકળ્યા છો તો જાન થી મારી નાખવાની ધમકી આપતા આ મામલે આઠ ઈસમો વિરૂદ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવાની કવાયત હાથ ધરી હતી
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર