રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ઊંઝા

ઊંઝા નગરપાલિકાની પ્રેરણાથી આઈ એમ સ્વદેશી રાખી સ્પેશિયલ એક્ઝિબ્યુશન યોજાયું

ઊંઝા નગરપાલિકાની પ્રેરણાથી આઈ એમ સ્વદેશી રાખી સ્પેશિયલ એક્ઝિબ્યુશન યોજાયું

ઊંઝા નગરપાલિકાની પ્રેરણાથી ઘરે થી કામ કરતી બહેનો માટે આઈ એમ સ્વદેશી રાખી સ્પેશિયલ એક્ઝિબ્યુશન તા.૨ અને ૩ ઓગસ્ટ ૨૦૨૫, શનિવાર અને રવિવારના દિવસે સવારે ૧૦ થી સાંજે ૭ વાગ્યા સુધી ઉનાવાદેશ વાડી, ઊંઝા ખાતે ઊંઝા નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અતિથિ વિશેષ રોટરી કલબ ઓફ ઊંઝાના પ્રમુખ નેહા જાની, આર.કે.ફાઉન્ડેશન ઊંઝાના સ્થાપક ટ્રસ્ટી અને ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન પ્રોજેક્ટ કોર્ડીનેટર હિતેષ પટેલ એચ.એચ. તેમજ સંસ્થાના સભ્યો હાજર રહ્યા હતા. જેમાં ડિઝાઇનર સાડી, ડ્રેસ મટીરીયલ, ચણીયા ચોળી, ફેન્સી બ્લાઉઝ, વાઈટ કોટનના કપડા, ઇમિટેશન જ્વેલરી, ગિફ્ટની આઈટમ, કોસ્મેટિક પ્રોડક્ટ, ખાદી, હેન્ડમેડ જ્વેલરી, એસેસરીઝ, ઘરે થી નાસ્તા બનાવી આપવા અને વિવિધ ફ્લેવરના ખાખરા સ્ટોર રાખવામાં આવેલ છે. આ બહેનોને પ્રોત્સાહન મળી રહે તે હેતુ થી કોઈ પણ ચાર્જ વગર ફ્રી ૩૪ સ્ટોર આપવામાં આવેલ છે. આ એક્ઝિબિશનનો સંપૂર્ણ ખર્ચ ઊંઝા નગરપાલિકા, રોટરી ક્લબ ઓફ ઊંઝા અને આર.કે.ફાઉન્ડેશન ઊંઝા દ્વારા કરવામાં આવેલ છે. આ એક્ઝિબિશનમાં ૧૦૦૦ થી વધારે લોકો મુલાકાત લેશે એવું અનુમાન છે. ઊંઝા નગરપાલિકા દ્વારા માય થેલી અભિયાન અંતર્ગત ખાસ તમારા ઘરે પડેલા જૂના કપડાં લઈને આવજો અને તેની કપડાંની થેલીઓ બહેનો દ્વારા બનાવી આપવામાં આવશે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર