રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ3 માર્ચ, 2026| Super Admin

પાટણ જિલ્લામાં HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ

પાટણ જિલ્લામાં HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ
પ્રથમવાર સર્વાઇકલ કેન્સરથી રક્ષણ માટે 14 હજાર કિશોરીઓનું રસીકરણ થશે પાટણ જિલ્લામાં કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષા આપવા આરોગ્ય વિભાગ દ્વારા HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. જિલ્લામાં અંદાજિત 14 હજાર કિશોરીઓને મફતમાં રસી આપવામાં આવશે,જેમાં પ્રથમ તબક્કામાં ચાણસ્મા,હારિજ અને સમી તાલુકામાં 9 માર્ચથી રસીકરણ શરૂ કરવામાં આવશે. જેમાં શાળાએ જતી અને શાળાએ ન જતી લગભગ 3 હજાર કિશોરીઓને પણ આવરી લેવામાં આવશે. 1 જાન્યુઆરી 2011 થી 29 ફેબ્રુઆરી 2012 દરમિયાન જન્મેલી તેમજ 15 વર્ષ પૂર્ણ થયેલ કિશોરીઓને પાત્ર ગણાવીને રૂ. 4000 કિંમતની રસીનો એક ડોઝ સરકારી આરોગ્ય કેન્દ્રો પર નિઃશુલ્ક આપવામાં આવશે.ભારતમાં મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર ગંભીર આરોગ્ય સમસ્યા માનવામાં આવે છે.તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્તરે અભિયાન શરૂ કરાયું છે. ત્યારે પાટણ જિલ્લામાં કિશોરીઓના આરોગ્યને સુરક્ષિત બનાવવા માટે ગર્ભાશયના મુખના કેન્સરસામે રક્ષણ આપતી HPV રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત 1 જાન્યુઆરી 2011 થી 29 ફેબ્રુઆરી 2012 દરમિયાન જન્મેલી તેમજ અભિયાન શરૂ થયા પછી 90 દિવસમાં 15 વર્ષ પૂર્ણ કરતી કિશોરીઓને પાત્ર ગણવામાં આવશે. દરેક પાત્ર કિશોરીને અંદાજે રૂ. 4000 કિંમતની HPV રસીનો એક ડોઝ સંપૂર્ણપણે મફતમાં આપવામાં આવશે. રસીકરણ જિલ્લા હેઠળની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ જેમાં PHC, CHC,SDH અને જિલ્લા હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ રહેશે. અગાઉ આ રસી સમાજના આગેવાનો અથવા દાતાઓના સહયોગથી આપવામાં આવતી હતી, જ્યારે હવે સરકાર દ્વારા છેવાડાની અને ગરીબ પરિવારોની દીકરીઓને પણ તેનો લાભ મળે તે માટે મફત સુવિધા શરૂ કરવામાં આવી છે. આ માટે પાટણ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ દ્વારા જિલ્લાના મેડીકલ ઓફિસર સહિત ટીમ સાથે વિગતે મીટીંગમાં સુચારુ આયોજન કરવા તથાઆ અંગે ગંભીરતા દાખવવા ઘનિષ્ઠ ચર્ચા - વિચારણા કરવામાં આવી હતી. HPV રસી અંગે વાલીઓમાં રહેલી ગેરસમજ દૂર કરવા આરોગ્ય વિભાગ દ્વારા શાળાઓમાં પેરેન્ટ-ટિચર્સ મીટિંગ યોજાશે. અને રસી અંગે માર્ગદર્શન આપવામાં આવશે. રસીકરણ સંપૂર્ણપણે સ્વૈચ્છિક રહેશે, પરંતુ વાલીની સંમતિ ફરજિયાત રાખવામાં આવશે.જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે “સ્વસ્થ દીકરી સુરક્ષિત ભવિષ્ય” ના સંદેશ સાથે વાલીઓ, શાળા સંચાલકો અને સમાજના આગેવાનોને અભિયાનમાં સહકાર આપવા અનુરોધ કર્યો છે. જિલ્લામાં નવ માર્ચથી આ રસીકરણ શરૂ થશે. સરકારે પાટણ જિલ્લાને 3580 ડોઝ આપ્યા છે. જે બે થી આઠ સેલ્સિયસ તાપમાન માં રાખવામાં આવશે. પ્રથમ તબક્કામાં ત્રણ તાલુકાઓનો સમાવેશ કરાયો છે.જેમાં રસીકરણ થશે.ત્યારબાદ જિલ્લાના અન્ય તાલુકાઓમાં ક્રમશઃ રસીનો એક ડોઝ આપવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.    

સંબંધિત સમાચાર