રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | સિદ્ધપુર

સિદ્ધપુર હાઈવે પર ભયાનક અકસ્માત: રિવર્સમાં આવેલી કારે ચા બનાવતા યુવકનો ભોગ લીધો

સિદ્ધપુર હાઈવે પર ભયાનક અકસ્માત: રિવર્સમાં આવેલી કારે ચા બનાવતા યુવકનો ભોગ લીધો

કારની ટક્કરે યુવકનું મોત નીપજ્યાનો વિડિઓ CCTV મા કેદ થયો

પાટણના સિદ્ધપુરમાબનાસવાડી હોટલ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં હાઇવે પર એક કાર એકાએક હોટલ પર રિવર્સમાં આવી હતી. જે બાદ કારચાલકે કારને થોડી આગળ ચલાવી હતી. ત્યારબાદ અચાનક ટર્ન મારી પુર ઝડપે પાનપાર્લરમાં ઘૂસાડી દીધી હતી. જેથી ત્યાં ચા બનાવી રહેલો બનાસકાંઠાનો રહેવાસી શકીલ ઐયુબ સિપાઈ નામના વ્યક્તિ કચડાઈ મોતને ભેટ્યો હતો.આ સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ છે.બનાવની જાણ મૃતકના સાળા આમીનબેગ રસુલબેગ મોગલને ફોન દ્વારા થઈ હતી. મૃતકના સાળાએ બનાવની તપાસ કરતા જાણવા મળ્યું કે, કારચાલકે ગફલતભરી રીતે ગાડી હંકારી શકીલને ટક્કર મારી હતી. જેથી શકીલને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, તેમજ બંને પગ અને જમણો હાથ ભાંગી ગયો હતો. આ બનાવ અંગે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બીજી તરફ સિદ્ધપુર PI એમ.કે.ઝાલાએ જણાવ્યું હતું કે, વડોદરાથી પરિવાર સાથે બે ગાડીઓમાં રાજસ્થાન ફરવા જઈ રહેલા હિતેશ મગનલાલ પટેલ રસ્તામાં ચા પીવા માટે રોકાયા હતા. તે દરમિયાન તેમની ઓટોમેટિક કારમાં અચાનક એક્સિલેટર દબાઈ જવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. બનાવ બન્યા બાદ કાર ચાલક હિતેશ પોતે સામેથી પોલીસ સ્ટેશને હાજર થઈ ગયા હતા. અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે. આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:##RoadAccident#Sidhpur

સંબંધિત સમાચાર