ડીસા તાલુકાના શેરપુરા કંસારીથી પાંચ પીપળા ગામને જોડતા માર્ગ પર હાલમાં વરસાદી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અને પશુપાલકો સહીત ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા ૧૫ વર્ષથી દર ચોમાસામાં આ માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા પશુપાલકો દૂધ પણ ભરાવી શકતા નથી અને વિદ્યાર્થીઓ શાળાએ પણ જઈ શકતા નથી ત્યારે સરકાર તાત્કાલિક આ માર્ગનો સર્વે કરી નવો રોડ બનાવવા આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે. https://youtu.be/02HGVMn4NCM ડીસા તાલુકાના શેરપુરા કંસારીથી પાંચ પીપળા ગામને જોડતા માર્ગ પર છેલ્લા ૧૫ વર્ષથી દર ચોમાસામાં ભારે વરસાદી પાણી વહેતું થાય છે. જેના કારણે ૧૫ દિવસ સુધી લોકોની અવરજવર બંધ થઈ જાય છે અને સતત પાણી ભરાયેલું રહેતા વિદ્યાર્થીઓ શાળા સુધી પહોંચી ન શકતા વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે. બીજી તરફ આ વિસ્તાર મોટા ભાગે પશુપાલન સાથે જોડાયેલો છે પરંતુ આ રસ્તા પર વાહનો પણ ચાલી ન શકે એટલું પાણી ભરાઈ જાય છે. જેના કારણે પશુપાલકો ડેરી સુધી પણ દૂધ ભરાવા માટે જઈ શકતા ન હોઈ દિવસો સુધી દૂધ પડી રહેતા પશુપાલકોને નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત રસ્તાનું પાણી ખેતરોમાં પણ પ્રવેશે છે જેના કારણે ખેડૂતોને પણ પાકમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. જોકે, છેલ્લા ૧૫ વર્ષથી આ વિસ્તારના લોકોએ તંત્રમાં વારંવાર રજૂઆત કરી છે પરંતુ તંત્ર દ્વારા રોડ બનાવવાનું માત્ર આશ્વાસન આપવામાં આવે છે પરંતુ ૧૫ વર્ષથી રોડ બનતો નથી. જેના કારણે અત્યારે આ વિસ્તારના લોકો વરસાદી પાણી ભરાઈ જતા ફરી એકવાર મોટી મુશ્કેલીમાં મુકાયા છે.
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
શેરપુરા કંસારીથી પાંચ પીપળા ગામના માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા ભારે મુશ્કેલી

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Disa taluka#Government Accountability#Agricultural Impact#Flooding#Monsoon challenges#Community Struggles#road infrastructure#Sherpura Kansari#Panch Pipla Village#Animal Husbandry Issues
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
16 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
