હાલમાં પડતી કાળઝાળ ગરમીથી બચવા અબાલ- વૃદ્ધ ઠંડા પીણાંનો સહારો લઈ રહ્યા છે. ત્યારે રાજ્યનું એક માત્ર એવું હારીજ તાલુકાનું ગોવના ગામ છે. જ્યાં 1500ની વસ્તી હોવા છતાં નાના બાળકથી લઈને વયોવૃદ્ધ ઠંડા પીણા પીતા નથી. ગામ ઠંડા પીણા મુક્ત બનતા બીમારીનું પણ પ્રમાણ ઘટયુ છે. હારીજ તાલુકાના ગોવના ગામે વર્ષ 2004 માં ગામના અગ્રણીઓની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઠંડા પીણાંમાં સેકરીન અને કેમિકલ કલર જેવા તત્વો આરોગ્ય માટે હાનિકારક હોવાને કારણે ગામના તમામ દુકાનદારો અને ગ્રામજનોની સર્વસંમતિથી આ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. છેલ્લા 20 વર્ષથી ઠંડા પીણાં, આઈસ્ક્રીમ, બરફગોળા, પેપ્સી, ગુલ્ફી જેવી વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ યથાવત છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં બહારથી આવતા ફેરિયાઓ પણ ગામમાં આવી બરફગોળા, ગુલ્ફી અને આઈસ્ક્રીમ વેચી શકતા નથી કારણ નાના બાળકો બાળહઠ કરીને આવી વસ્તુઓ ના માંગે એમાટે ફેરિયાઓને પણ ગામમાં પ્રવેશ આપવામા આવતો નથી.ગામની દરેક દુકાનમાં આવી વસ્તુઓ વેચવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આજદિન સુધી આ પ્રતિબંધનું ગ્રામજનો ચુસ્ત રીતે પાલન કરી રહ્યા છે. જેને લઇ ગામમાં ઠંડા પીણા જોવા મળતા જ નથી. ગામના દુકાનદાર દિપકભાઈ ઠક્કરે જણાવ્યું કે ગામ લોકોનાં સ્વાસ્થ્યના હિતમાં લીધેલા નિર્ણયને દુકાનદારો શિરોમાન્ય ગણીને પાલન કરીએ છીએ અને કોઈ પણ પ્રકારના ઠંડા પીણાં લાવતા નથી અને તેનું વેચાણ પણ કરતા નથી. ગામના બાળકો અને ગ્રામજનો સ્વાસ્થ્ય હેતુસર પ્રતિબંધનું પાલન કરવામાં આવે છે.આ નિયમ ભંગ બદલ 1000 રૂપિયાના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
હારીજનું ગોવના રાજ્યનું પ્રથમ ઠંડા પીણાં મુક્ત ગામ, 20 વર્ષથી પ્રતિબંધ, વેચનારને દંડની જોગવાઈ

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Environmental Impact#Local Governance#children's health#Disease Prevention#Cultural Practices#Shopkeeper Compliance#Govna Village#Cold Drink-Free#Health Initiative#20-Year Ban#Community Decision#Harij Taluka#Population Health#Chemical Concerns#Fine for Violations
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
પાટણપાટણમાં યુવાનો માટે રોજગારલક્ષી પહેલ: રાહતદરે સ્ટેનોગ્રાફીનો કોર્સ શરૂ થયો
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ભાજપ મહિલા કાર્યકરો પર શાહી ફેંકવા મુદ્દે ધારાસભ્યના રાજીનામાની માંગ કરી
2 દિવસ પહેલા
પાટણપાટણ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ અને કૉપી કેસ અટકાવવા 15 નિયમો જાહેર કરાયા
2 દિવસ પહેલા
