રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

હારીજ પોલીસની સપાટો : વેપારી પાસેથી ₹2.80 લાખની લૂંટ ચલાવનાર ગેંગના 6 સાગરીતોને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા

હારીજ પોલીસની સપાટો : વેપારી પાસેથી ₹2.80 લાખની લૂંટ ચલાવનાર ગેંગના 6 સાગરીતોને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા

ઝડપાયેલા 6 આરોપી પૈકી 5 આરોપીઓ મધ્ય પ્રદેશના

હારીજ ટાઉન પોલીસ મથકની હદમાં વેપારી પાસેથી છરીની અણીએ રૂ. 2.80 લાખની લૂંટ ચલાવનાર આંતરરાજ્ય ટોળકીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. 

બનાવની મળતી માહિતી મુજબ ગતરોજ હારીજના મેઈન બજારમાં આવેલ ભાવેશ ટ્રેડિંગ નામની દુકાન ધરાવતા જયંતિલાલ ભુરાલાલ ઠક્કર રાત્રિના સમયે પોતાની દુકાન વધાવી ઘરે જઈ રહ્યા હતા. તે સમયે સોસાયટીના ગેટ પાસે બે અજાણ્યા ઇસમોએ તેમને આંતરી છરી બતાવી વેપારીના થેલાના પટ્ટા છરીથી કાપીને રોકડ રકમ રૂ. 2.80 લાખની લૂંટ ચલાવી ફરાર થયા હતાં. આ મામલે હારીજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લૂટારાઓ સામે ફરિયાદ નોંધાતા પાટણ જિલ્લા પોલીસ વડા અને હારીજ પીઆઈ એ.બી. મહેરીયાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન બાતમી મળી હતી કે, અગાઉ હારીજમાં રહી ચુકેલો અને હાલ વિસનગરમાં રહેતો દીપક સિંધી નામના શખ્સે બહારથી માણસો બોલાવી આ લૂંટને અંજામ આપ્યો છે. 

બાતમીના આધારે વિસનગર ખાતે શ્રીનાથનગર સોસાયટીમાં તપાસ કરતા દીપક સિંધી તેના ઘરે અન્ય સાગરીતો સ્નેહલ શાહ,સંજુ ડોડિયા,વરૂણ પ્રજાપતિ, ચિરાગ બસોડ અને જય બલૈઈ સાથે મળી આવ્યો હતો. પોલીસે આ તમામ 6 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી લૂંટમાં ગયેલી રોકડ રકમ 2.50 લાખ, 5 મોબાઈલ ફોન, 1એક્ટિવા,1મોટરસાયકલ અને 2 નંબર પ્લેટ મળી કુલ 3.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે લૂંટમાં વપરાયેલ મોટરસાયકલ હિંમતનગરના મોતીપુરા બ્રિજ પાસેથી અને એક્ટિવાગાંધીનગરના રાંધેજા પાસેથી ચોરી કરવામાં આવ્યું હતું.આ વાહન ચોરી અંગે પણ હિંમતનગર અને પેથાપુર પોલીસ મથકે ગુના નોંધાયેલા છે. પકડાયેલા 6 આરોપીઓ પૈકી દીપક સિંધી સિવાયના તમામ 5 આરોપીઓ મધ્યપ્રદેશના ઉજ્જૈનના વતની છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી રામુ ઠાકુરને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આમ હારીજમા છરીની અણીએ વેપારીને લૂટી લેનાર ગેંગના છ સાગરીતોને પોલીસે કલાકોમાં ઝડપી ગુનાનો ભેદ ઉકેલતા પોલીસ તંત્રની કામગીરી લોકોમાં પ્રશંસનીય બનવા પામી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર