રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા15 જૂન, 2025| Super Admin

ડીસા માર્કેટયાર્ડમાં મગફળીની આવક થી ધમધમી ઉઠયું

ડીસા માર્કેટયાર્ડમાં મગફળીની આવક થી ધમધમી ઉઠયું
ઉનાળુ મગફળી ના ભાવો જળવાઇ રહેતા ખેડૂતો પણ ખુશ; બનાસકાંઠા જિલ્લો મગફળી ના ઉત્પાદનમાં પણ નામના મેળવી રહ્યો છે. જેમાં ડીસા તાલુકામાં ઉનાળુ સિઝનમાં પણ બહોળા પ્રમાણમાં મગફળી નુ વાવેતર થાય છે ત્યારે બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસા મગફળીનુ પણ મોટું સેન્ટર બની ગયું છે વર્ષમાં ઉનાળુ અને ચોમાસુ એમ બે સિઝનમાં મગફળી નું વાવેતર થાય છે ત્યારે આ વર્ષે ઉનાળાની સિઝનમાં બનાસકાંઠા જિલ્લામાં ૨૩૬૭૧ હેક્ટરમાં વાવેતર થયું હતું. જેથી માર્કેટયાર્ડોમાં પણ મગફળીની બમ્પર આવક જોવા મળી રહી છે ડીસાના માર્કેટયાર્ડમાં શનિવાર ૧૯૦૨૦ બોરીની આવક થઈ છે. જેમાં ખેડુતોને ઉંચા માં ઉંચો ભાવ ૧૪૦૦ રૂપિયા મળ્યા હતા. જયારે નીચા ભાવ ૧૦૦૦ રૂપિયા રહ્યા હતા. જોકે સરેરાશ મગફળીનો પ્રતિમણ ૧૨૦૦ રૂપિયા ખેડૂતો ને મળ્યા હતા મગફળી ના ભાવો પણ ટકી રહેતાં ખેડૂતવર્ગ માં ખુશાલી જોવા મળી રહી છે. ડીસા માર્કેટયાર્ડમાં મગફળીની આવક થી ધમધમી ઉઠયું; ઉત્તર ગુજરાતના ઊંઝા બાદ ડીસા માર્કેટયાર્ડ નો માલની આવક માં નંબર આવે છે જેમાં ડીસા માર્કેટયાર્ડ માં ઉનાળુ સિઝનમાં મગફળી ની દૈનિક ૫૦ હજારથી વધુની આવક થાય જ્યારે ચોમાસુ સીઝનમાં એક લાખથી પણ વધુ બોરીની આવક થતી હોય છે જેમાં અત્યારે મગફળી ની દૈનિક ૨૦ હજારની આવક થઈ રહી છે જે આગામી દિવસોમાં હજુ પણ આવક વધશે.

સંબંધિત સમાચાર