રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા22 જૂન, 2025| Super Admin

દાદાનો દૃઢ નિશ્ચય: ભલે ચાલવામાં અસમર્થ છું પણ મત આપવો એ મારો અધિકાર

દાદાનો દૃઢ નિશ્ચય: ભલે ચાલવામાં અસમર્થ છું પણ મત આપવો એ મારો અધિકાર
લાકડીના ટેકા સાથે દરબારગઢ પ્રાથમિક શાળા, જૂના ડીસા ખાતે નટવરભાઈએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાની જવાબદારી નિભાવી જ્યાં ઇચ્છા છે, ત્યાં રસ્તો છે અને જ્યાં જવાબદારી છે, ત્યાં લોકશાહી જીવંત છે. જ્યારે નાગરિકો પોતાની જવાબદારી નિભાવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે, ત્યારે લોકશાહી વધુ સશક્ત બને છે. ચાલી નથી શકતો તો શું થયું હું મારા મતાધિકારનો ઉપયોગ તો કરી જ શકું છું. મત આપવો એ મારો અધિકાર છે, બાકી બધું કામ તો ચાલ્યા કરે પણ મત આપ્યા વગર ના ચાલે આ શબ્દો છે બનાસકાંઠા જિલ્લાના ૬૮ વર્ષીય નટવરભાઈ ધનાભાઈના કે જેઓ ગ્રામ પંચાયતની ચૂંટણી ૨૦૨૫ દરમિયાન મત આપીને પોતાની જવાબદારી નિભાવી છે. શારીરિક અશક્ત હોવા છતાં, નટવરભાઈએ મતદાન ન કરવાનું મનમાં પણ લાવ્યા નહીં. ચૂંટણીના આ મહાપર્વને પોતાની નૈતિક ફરજ માનતા તેઓ લાકડીના ટેકા સાથે દરબારગઢ પ્રાથમિક શાળા, જૂના ડીસા ખાતે મતદાન મથક સુધી ધીમે ધીમે પગલાં ભરતાં પહોચ્યા હતા. મતદાનની આ ફરજ નિર્વાહમાં તેમનો ઉદાર અને દીર્ઘદૃષ્ટિવાળો અભિગમ દરેક મતદાર માટે પ્રેરણારૂપ બન્યો હતો. જ્યારે તેઓ મતદાન મથક પહોંચ્યા ત્યારે ફરજ પર હાજર પોલીસ જવાન પ્રહલાદભાઈ પ્રેમાભાઈ ચૌધરીએ તાત્કાલિક પોતાની ફરજ નિભાવી આગળ આવી દાદાને સહારાપૂર્વક મતદાન બુથ સુધી પહોંચાડ્યા અને દાદાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. દાદાએ હાજર નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.

સંબંધિત સમાચાર