ડીસાની બનાસ નદી ઉપર માલગઢથી ડોલીવાસને જોડતા નવીન બ્રિજને રાજ્ય સરકારે મઁજુર કર્યો છે. રૂ. ૨૩.૩૩ કરોડના ખર્ચે બનાસ નદી પર માલગઢ- ડોલીવાસ- ડીસા શહેરને જોડતા રોડ પર સબમર્શીબલ બ્રિજને મંજૂરી મળવા પામી છે. માલગઢથી - ડોલીવાસ સુધીનો આ બ્રિજ બનતા માલગઢ, કુંપટ, વડાવળ, વિડી, સાંડિયા, સોતમલા, ખેટવા, વાહરા, ડેડોલ અને ઢેઢાલ ગામના નાગરિકોની સુવિધામાં વધારો થશે. આ ગામોના લોકોને ડીસા આવવા માટે આખોલ સર્કલથી ફરીને ડીસા આવવું પડતું હતું પરંતુ આ બ્રિજ બનવાના કારણે લોકોનો સમય બચશે અને ટ્રાફિકથી પણ બચાવ થશે. આમ આ ગામોના લોકોની સુખાકારી માટે તેમજ તેમની મુસાફરીને સુગમ બનાવવા માટે રૂ. ૨૩.૩૩ કરોડના ખર્ચે સબમર્સિબલ બ્રિજ બનાવવાની મંજૂરી આપવા બદલ ડીસાના ધારાસભ્ય પ્રવીણ મળીએ પણ આ બાબતે સૌ ડીસાવાસીઓ વતી રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ડીસાના માલગઢ- ડોલીવાસને જોડતા નવા બ્રિજને સરકારની મંજૂરી, 23.33 કરોડના ખર્ચે બ્રિજ બનશે

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banas river#Community Development#Local Villages#Chief Minister Bhupendrabhai Patel#New Bridge Approval#Malgadh-Doliwas Connection#Deesa Infrastructure#Submersible Bridge#Government Investment#Cost of Construction#Traffic Relief
સંબંધિત સમાચાર
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
8 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના ભોપાનગર રેલવે ફાટક પર ચક્કાજામ : એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં શોર્ટ-સર્કીટથી આગ: રહેણાંક મકાનમાં ભીષણ આગ ભભૂકતાં લોકોમાં દોડધામ
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાંથાવાડા: LCBનો ફિલ્મી પીછો; દારૂ ભરેલી સ્વીફ્ટ કાર મૂકી બુટલેગરો ફરાર, રૂ. 6.70 લાખનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
