રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ખેડૂતો માટે સારા સમાચાર : આજથી ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની પ્રક્રિયા શરૂ થશે

ખેડૂતો માટે સારા સમાચાર : આજથી ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની પ્રક્રિયા શરૂ થશે
ખેડૂતોને ઘઉં માટે રૂ. 2585 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ  મળશે ખેડૂતોએ રવિ પાકોની ખરીદી માટે ઓનલાઇન નોંધણી ફરજિયાત કરાવવી પડશે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રવિ સીઝન 2026-27 માટે ઘઉંની લઘુત્તમ ટેકાના ભાવે (MSP) ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે ઘઉંના ટેકાના ભાવમાં વધારો કરી રૂ. 2,585 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યા છે, જે ખેડૂતો માટે રાહતરૂપ સાબિત થશે. જે ખેડૂતો પોતાના ઘઉં ટેકાના ભાવે વેચવા માંગતા હોય, તેમના માટે ઓનલાઇન નોંધણી કરાવવી ફરજિયાત રાખવામાં આવી છે. નોંધણી પ્રક્રિયા આજથી એટલે કે 1 ફેબ્રુઆરી, 2026 થી 1 માર્ચ, 2026 સુધી ચાલશે, જ્યારે ઘઉં તથા ચણા, રાયડો અને જીરા જેવા રવિ પાકોની ખરીદી 4 માર્ચથી 15 મે, 2026 દરમિયાન કરવામાં આવનાર છે જે માટે નોંધણી ગ્રામિણ કક્ષાએ વીસીએ મારફતે ઓનલાઇન કરાવી શકાશે આ નોધણી સમયે ખેડૂતોને અસલ આધાર કાર્ડની નકલ, અદ્યતન 7/12 અને 8-અના ઉતારા રજૂ કરવાના રહેશે. જો 7/12 માં વાવણીની નોંધ ન હોય તો તલાટી દ્વારા સહી-સિક્કાવાળો દાખલો જરૂરી રહેશે. ઉપરાંત, ખેડૂતના નામના બેંક ખાતાની માહિતી માટે પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક રજૂ કરવો પડશે. નોંધણી દરમિયાન બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન એટલે કે અંગૂઠાનું નિશાન લેવાશે. નોંધણી પૂર્ણ થયા બાદ ખેડૂતોને તેમના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર એસએમએસ દ્વારા ખરીદીના સ્થળ અને સમયની જાણ કરવામાં આવશે. પાક વેચતી વખતે અસલ આધાર કાર્ડ સાથે રાખવું ફરજિયાત રહેશે. ખોટા દસ્તાવેજો અપલોડ કરનાર ખેડૂતોની નોંધણી રદ કરવામાં આવશે. સમગ્ર ખરીદી પ્રક્રિયા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવશે. નોંધણી સંબંધિત માહિતી માટે ખેડૂતો હેલ્પલાઇન નંબર 8511171718 અથવા 8511171719 પર સંપર્ક કરી શકશે.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર