રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ભાભર

ભાભરને શુદ્ધ પીવાના પાણીની ભેટ: મિનરલ વોટર પ્લાન્ટનું લોકાર્પણ

ભાભરને શુદ્ધ પીવાના પાણીની ભેટ: મિનરલ વોટર પ્લાન્ટનું લોકાર્પણ

ભાભર શહેરના નગરજનો માટે શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાના હેતુથી ભાભર નગરપાલિકા સંચાલિત પ્રમુખ વોટર મિનરલ વોટર પ્લાન્ટનું મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભાભરના ખાડિયા ગ્રાઉન્ડ તેમજ વાવ રોડ પર આવેલ અટલ કોમ્પલેક્ષ ખાતે મિનરલ વોટર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે.

આ પ્લાન્ટ પરથી ભાભરના નગરજનોને 10 લીટર સામાન્ય મિનરલ પાણી માત્ર રૂ.2માં, જ્યારે 10 લીટર ઠંડુ પાણી રૂ.5માં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સુવિધાના કારણે ભાભર શહેરના લોકોને ઓછા દરે શુદ્ધ અને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી મળી રહેશે.આ ઉપરાંત ભાભર જૂના વિસ્તારમાં આવેલા વડ તળાવનું નામકરણ, તેમજ ખાડિયા ગાર્ડન, પાર્ક અને પાર્ટી પ્લોટનું પણ નામકરણ કરવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા શહેરના વિકાસને વેગ આપવા તેમજ નગરજનોને વિવિધ સુવિધાઓ મળી રહે તે દિશામાં કરવામાં આવેલા આ પ્રયાસોની ઉપસ્થિત આગેવાનોએ સરાહના કરી હતી.

કાર્યક્રમમાં મંત્રી સ્વરૂપજી ઠાકોર, વાવ-થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ 10 લીટર મિનરલ પાણી માત્ર રૂ.2માં, ઠંડુ પાણી રૂ.5માં મળશે. ભાભર નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ તેમજ પૂર્ણ થયેલા વિકાસ કામોના નામકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રી  સ્વરૂપજી ઠાકોરના હસ્તે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને નામકરણ કરવામાં આવ્યું હતું. નરેશભાઈ ઠાકોર, મહામંત્રી કરસનભાઈ પટેલ, કમલેશ ભાઈ આચાર્ય,ભાભર નગરપાલિકા પ્રમુખ અમૃતભાઈ માળી, ભાભર શહેર સંગઠન પ્રમુખ પ્રવિણસિંહ રાઠોડ, નગરપાલિકા ઉપપ્રમુખ બલુભા રાઠોડ, કારોબારી ચેરમેન ઉષાબેન ઠક્કર સહિત નગરપાલિકાના સદસ્યો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ભાભર મામલતદાર જિગ્નેશ જાની, નગરપાલિકા ચીફ ઓફિસર પાયલબેન દેસાઈ સહિત પાલિકાના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર