સરસ્વતી પોલીસે ગુજરાતને નશામુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. બાતમીના આધારે પોલીસે વાયડ ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. પોલીસે વાયડ ગામના છેલાજી ઉર્ફે ચેલાજી ઉર્ફે દલો ઉર્ફે ભગત ઠાકોરને પકડ્યો છે. 47 વર્ષીય આરોપી ખેતીનો વ્યવસાય કરે છે. તેણે પોતાના કબજાના સર્વે નંબર 734 વાળા ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કર્યું હતું. પોલીસે આરોપી પાસેથી બે ફૂટથી દસ ફૂટની ઊંચાઈના 32 ગાંજાના છોડ જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા ગાંજાનું કુલ વજન 7 કિલોગ્રામ છે, જેની કિંમત રૂપિયા 70,000 આંકવામાં આવી છે. આરોપી વિરુદ્ધ NDPS એક્ટની કલમ 4(b), 4(c), 20(a)(i), 20(b)(ii)(b), 22(b) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણના વાયડ ગામની સીમમાંથી ગાંજાની ખેતી ઝડપાઈ 70 હજારનો મુદામાલ જપ્ત

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Patan district#NDPS Act Violation#Narcotics Seizure#Crime & Law Enforcement#Ganja cultivation raid#Saraswati Police operation#Gujarat drug-free initiative#Rural drug enforcement#Police intelligence action#Vaid village#Local crime in Gujarat
સંબંધિત સમાચાર
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
13 કલાક પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
13 કલાક પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
2 દિવસ પહેલા
પાટણપાટણમાં યુવાનો માટે રોજગારલક્ષી પહેલ: રાહતદરે સ્ટેનોગ્રાફીનો કોર્સ શરૂ થયો
2 દિવસ પહેલા
