છત્રાલા ગામે ગાંજાનું વાવેતર ઝડપાયું : બે આરોપીની અટકાયત

બનાસકાંઠા જિલ્લા એસઓજી પોલીસે ખેતરમાંથી 236 ગાંજાના છોડ જપ્ત કર્યા
બનાસકાંઠા જિલ્લા એસઓજી પોલીસ દ્વારા ડીસા તાલુકાના છત્રાલા ગામમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરતા બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બંને આરોપીઓના ખેતરમાંથી કુલ 236 ગાંજાના છોડ જપ્ત કર્યા છે.
મળતી માહિતી મુજબ, એસઓજીની ટીમે રેવાજી ગોકાજી સોલંકીના ખેતરમાં દરોડો પાડતા ત્યાંથી ગાંજાના 127 છોડ મળી આવ્યા હતા. આ છોડનું કુલ વજન 22 કિલો 433 ગ્રામ હોવાનું સામે આવ્યું છે, જેની અંદાજિત બજાર કિંમત રૂ. 11,21,800 ગણવામાં આવી રહી છે.તે ઉપરાંત પોલીસે ઇશ્વરજી મોબતાજી સોલંકીના ખેતરમાંથી પણ ગાંજાના 109 છોડ ઝડપી પાડ્યા હતા. આ છોડનું કુલ વજન 17 કિલો 148 ગ્રામ નોંધાયું છે અને તેની અંદાજિત કિંમત રૂ. 8,07,400 ગણવામાં આવી રહી છે.
પોલીસે બંને આરોપીઓની અટકાયત કરીને ગાંજાના કુલ 236 છોડ (વજન 39 કિલો 581 ગ્રામ) જપ્ત કર્યા છે. સમગ્ર મુદ્દે એનડિપીએસ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આ કાર્યવાહી બાદ જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થોના વાવેતર સામે પોલીસ વધુ સક્રિય બની હોવાનું સામે આવ્યું છે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાઅંબાજીની રાજસ્થાની ચણિયાચોળીની દેશ-વિદેશમાં ધૂમ, 2026ની નવી ડિઝાઇન્સ આકર્ષણનું કેન્દ્ર
2 દિવસ પહેલા
બનાસકાંઠાવડગામમાં સરફરાજ ભંગારીના ગોડાઉનમાં ભીષણ આગથી અફરાતફરી
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં તરખાટ મચાવતી હિપ્નોટાઇઝર ગેંગ પોલીસના સકંજામાં
3 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં એક જ દિવસમાં બે ટુ-વ્હીલર આગની ઝપેટમાં
3 દિવસ પહેલા
