રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ઢીમાની સંસ્કાર વિદ્યાલયમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં

ઢીમાની સંસ્કાર વિદ્યાલયમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં

સતત ૫ વર્ષથી શાળા જળબંબાકાર થવા છતાં કુંભકર્ણની નિંદ્રામાં સોંપાયેલું વહીવટી તંત્ર ક્યારે જાગશે 

 મંત્રીઓ-નેતાઓની ખાલી હોળીની બાંહેધરીઓ સામે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ

 વાવ થરાદ  જિલ્લાના ધરણીધર તાલુકાના ઢીમા સ્થિત 'સંસ્કાર વિદ્યાલય' ફરી એકવાર વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતાં શાળાના વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય સંપૂર્ણપણે ઠપ થવાને આરે આવીને ઊભું છે છેલ્લા પાંચ-પાંચ વર્ષથી ચોમાસા દરમિયાન શાળા પરિસરમાં જળબંબાકારની આ જ પરિસ્થિતિ સર્જાય છે. તેમ છતાં વહીવટી તંત્રના પેટનું પાણી હલતું નથી ​ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૭ માં પણ શાળાની અંદર ભયંકર પૂર જેવા પાણી ભરાઈ જવાથી શાળાની મિલકત અને  સુવિધાઓને મોટું આર્થિક નુકસાન થયું હતું તે સમયે પણ તંત્ર દ્વારા માત્ર 'નોંધ' લેવામાં આવી હતી. પરંતુ ઢીમા પંથકના આ સંવેદનશીલ પ્રશ્ને આજદિન સુધી કોઈ નક્કર કે કાયમી કામગીરી કરવામાં આવી નથી ​ ઢીમા ગામની આગળ આવેલા પ્રરતાપુરા, ઈઠાટા, જમડા, અંબાળા સહિતના અનેક આજુબાજુના ગામોનું તમામ વરસાદી પાણી નિકાલ પામીને મુખ્ય સંસ્કાર વિદ્યાલયના રસ્તા પરથી જ પસાર થાય છે. યોગ્ય ડ્રેનેજ કે કાયમી કાંસ કેનાલ/નિકાલ ની વ્યવસ્થા ના હોવાને કારણે આ બધું જ પાણી સીધું સંસ્કાર વિદ્યાલયના કેમ્પસમાં ભરાઈ જાય છે. 

72.jpg 166.79 KB
આ ગંભીર સમસ્યા અંગે અગાઉ અનેક વાર જવાબદાર અધિકારીઓ, સ્થાનિક નેતાઓ અને મંત્રી ઓ સુધી પણ લેખિત રજૂઆતો પહોંચાડવામાં આવી છે. અનેક ઉચ્ચ અધિકારીઓએ રૂબરૂ આવીને પરિસ્થિતિની નોંધ પણ લીધી છે. પરંતુ અફસોસની વાત એ છે કે ચોમાસું આવે તે પહેલાં કોઈ જ આગોતરા પગલાં લેવામાં આવતા નથી તંત્રની આ ઘોર બેદરકારી અને 'કુંભકર્ણી નિંદ્રા'ના કારણે દર ચોમાસે નાના-મોટા અસંખ્ય બાળકોનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે. અને તેઓના જીવનું જોખમ પણ ઉભું થાય છે

​સ્થાનિકો અને વાલીઓની સખત શાળા સંચાલકો, વાલીઓ અને ગ્રામજનોમાં તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે આક્રોશ વ્યાપી ગયો છે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ પાણીના કાયમી નિકાલ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરવામાં આવે તેવી પ્રબળ માગ ઉઠી રહી છે

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha#Dhima

સંબંધિત સમાચાર