રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ28 ફેબ્રુઆરી, 2025| Super Admin

હારીજ નગરપાલિકાના કોંગ્રેસના વિજેતા આઠ ઉમેદવારો પૈકી ચાર ઉમેદવારોએ કેસરીયો ધારણ કર્યો

હારીજ નગરપાલિકાના કોંગ્રેસના વિજેતા આઠ ઉમેદવારો પૈકી ચાર ઉમેદવારોએ કેસરીયો ધારણ કર્યો
કોંગ્રેસના ધારાસભ્ય દિનેશજી ઠાકોરના ગઢમાં ભાજપ એ મસ મોટું ગાબડું પાડતા સન્નાટો છવાયો તાજેતરમાં યોજાયેલી પાટણ જિલ્લાની ત્રણ નગરપાલિકાની હારીજ, ચાણસ્મા અને રાધનપુરની ચૂંટણીમાં ત્રણેય નગરપાલિકામાં ભાજપે ભગવો લહેરાવ્યો છે ત્યારે ભાજપના સૌનો સાથ સૌના વિકાસના મંત્ર ને અનુસરવા ગુરૂવારના રોજ પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખની ઉપસ્થિતિમાં હારીજ નગરપાલિકાના વોર્ડ નંબર 1 ના અને કોંગ્રેસમાંથી જીતેલા મહિલા ઉમેદવાર તેમજ વોર્ડ નંબર 6 ના કોંગ્રેસ માંથી વિજેતા બનેલા ત્રણ ઉમેદવારો મળી કુલ ચાર ઉમેદવારો એ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરતા ઉપસ્થિત પ્રદેશ આગેવાનો સહિત પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ કોંગ્રેસ માંથી ભાજપમાં આવેલા ચારેય કોર્પોરેટરોને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હોવાનું જિલ્લા ભાજપ કાયૉલય મંત્રી નવીનભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું. હારીજ નગર પાલિકાની યોજાયેલી ચૂંટણીમાં કુલ 6 વોર્ડના 24 ઉમેદવારો પૈકી 14 ઉમેદવારો ભાજપના વિજેતા બન્યા હતા અને 8 ઉમેદવારો કોંગ્રેસના વિજેતા બન્યા હતા તે પૈકીના 4 ઉમેદવારોએ ગુરુવારે  કેસરિયો ધારણ કરતા હારીજ નગરપાલિકામાં કુલ ભાજપના 18 ઉમેદવારો સામે કોગ્રેસ ના 4 ઉમેદવારો રહેતા કોંગ્રેસના ધારાસભ્ય દિનેશજી ઠાકોરના ગઢમાં ભાજપે મસમોટુ ગાબડું પાડીને અપસેટ સજૅતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓમાં સોપો પડી જવા પામ્યો હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર