મોડાસામાં શામળાજી બાયપાસ પર આવેલા માઝૂમ નદીના પુલ પરથી એક કાર નદીમાં ખાબકતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ યુવકના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા શિક્ષકનું સારવાર દરમિયાન મોત થતાં કારમાં સવાર તમામ ચારેય વ્યક્તિનાં મોત નિપજ્યાં છે. આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની મળતી વિગત મુજબ, આજે (9 ઓગસ્ટ) રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં પુરપાટ ઝડપે આવી રહેલી કાર અચાનક નિયંત્રણ ગુમાવી માઝૂમ નદીમાં ખાબકી હતી. કારમાં કુલ ચાર યુવકો સવાર હતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો, પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે જણાવ્યું કે તહેવારના સમયે વાહન ચલાવતી વખતે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે.
અરવલ્લી| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
મોડાસામાં માઝુમ પુલની નીચે 40 ફૂટ નદીમાં કાર ખાબકી ચારના મોત

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#police investigation#Emergency Response#Road Safety#Car Crash#Fire Department Response#Public Grief#Youth Fatalities#Modasa Accident#Mazum River Bridge#Festival Season#Teacher Death#River Accident#Shamlaji Bypass#August 9 Incident
સંબંધિત સમાચાર
અરવલ્લીશામળાજી: ગલીસેમરોમાં મકાઈ-જુવાર વચ્ચે વાવેલો ₹43.12 લાખનો ગાંજો ઝડપાયો
3 દિવસ પહેલા
અરવલ્લીતેરા તુજ કો અર્પણ: શામળાજી પોલીસે રૂ. 60 હજારનો ગુમ થયેલો આઈફોન શોધી માલિકને પરત સોંપ્યો
6 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીમાં વિકસિત ભારત સંકલ્પ સભા: મોડાસામાં મશાલ રેલી યોજાઈ
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીશામળાજીના પાલ્લા ગામે તસ્કરોનો આતંક : એક જ રાતમાં 5 મકાનોના તાળાં તૂટ્યા
1 અઠવાડિયા પહેલા
