રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | સિદ્ધપુર

સિધ્ધપુર-મહેસાણા હાઈવે પરથી કારના ૫ ગુપ્તખાનામાંથી ઝડપાયો વિદેશી દારૂ; ખોટી નંબર પ્લેટનો પર્દાફાશ

સિધ્ધપુર-મહેસાણા હાઈવે પરથી કારના ૫ ગુપ્તખાનામાંથી ઝડપાયો વિદેશી દારૂ; ખોટી નંબર પ્લેટનો પર્દાફાશ

દારૂની હેરાફેરી કરતા 3 શખ્સોને ઝબ્બે કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી

સિદ્ધપુર-મહેસાણા હાઇવે પર ખળી ચાર રસ્તા નજીક સિદ્ધપુર પોલીસે સફેદ કિયા કારને રોકી તપાસ કરતાં ગુપ્ત ખાનામાંથી પરપ્રાંતીય દારૂની 804 બોટલ મળી આવી હતી. તપાસમાં કારની અસલ નંબર પ્લેટના બદલે અન્ય વાહનની નંબર પ્લેટ લગાવાયેલી હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે દારૂ, કાર અને મોબાઇલ સહિત કુલ રૂ. 8.51 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ રાજસ્થાની શખ્સોને ઝડપી લીધા હતા.આ કાર્યવાહી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કારને અટકાવી સફળ બનાવી હતી.કારની તપાસ કરતાં સીટ નીચે અને અન્ય ભાગોમાં બનાવેલા ગુપ્ત ખાનામાં દારૂનો જથ્થો છુપાવેલો મળી આવ્યો હતો. જેમાં રૂ. 3,01,905.60 ની 750 એમએલ અને180 એમએલની અલગ-અલગ બ્રાન્ડની કુલ 804 બોટલ હતી.પોલીસ તપાસમાં ઝડપાયેલા ત્રણેયે પૂછપરછમાં જણાવ્યું હતું કે કાર દારૂના જથ્થા સાથે તેમને રાજસ્થાનના રામજીકા ગોળ પાસેથી આપવામાં આવી હતી. અને અમદાવાદ રિંગ રોડ નજીક પહોંચાડવાની હતી.જથ્થો કોને આપવાનો હતો. અને આગળની હેરાફેરીમાં કોણ સંડોવાયેલું છે. તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર