રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા10 એપ્રિલ, 2025| Super Admin

છેલ્લા ચાર દિવસથી ગરમીનો પારો 43 ડિગ્રી થી આકાશમાંથી અગનગોળા છુટતા લોકો તોબા પોકારી ઊઠયા

છેલ્લા ચાર દિવસથી ગરમીનો પારો 43 ડિગ્રી થી આકાશમાંથી અગનગોળા છુટતા લોકો તોબા પોકારી ઊઠયા
ગરમીની કહેર વચ્ચે ઠંડી વસ્તુઓની માંગ વધી શેરડી ના કોલાઓ ધમધમ્યા; એપ્રિલ ની શરૂઆત માં તાપમાનનો પારો ઉંચકાતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આગ આંકતી ગરમી પડી રહી છે. ચાલુ સિઝનમાં ડીસા શહેર સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી તાપમાનનો પારો ૪૩ ડિગ્રીને પાર કરી ગયો છે. ૯ એપ્રિલ સુધી હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેના કારણે મહત્તમ તાપમાન ૪૨ થી ૪૪ ડિગ્રીની આસપાસ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. ગરમીનો પ્રકોપ વધતા લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. વધતા જતા તાપમાન અને હિટવેવની સ્થિતિને જોતા પંજા અને પશુ પક્ષીઓના આરોગ્ય માટે ખતરા સમાન છે. આગામી થોડા દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. છેલ્લા કેટલાક દિવસથી હવામાન સૂકુ રહેવા લાગ્યું છે. દર કલાકે આઠ થી દશ કિ.મી. આસપાસની ઝડપે મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ફૂંકાતા પવનોએ વાતાવરણને વધુ ગરમ બનાવ્યું છે જેથી કેટલાક વિસ્તારોમાં લુની પણ અસર જોવા મળી રહી છે ચામડી દાજે તેવી ગરમી પડવા લાગતા જનજીવનને પણ ભારે અસર જોવા મળી રહી છે અને બપોરના સમયે માર્ગો પણ સુમસામ થવા લાગ્યા છે. છેલ્લા પાંચ દિવસ નું નોંધાયેલું મહત્તમ તાપમાન તારીખ       મહત્તમ તાપમાન ૫ એપ્રિલ.      ૪૨.૮ ૬ એપ્રિલ.     ૪૩.૩ ૭ એપ્રિલ.     ૪૩.૨ ૮ એપ્રિલ      ૪૩.૧ ૯ એપ્રિલ.      ૪૩.૬ ગરમીના કારણે લોકોને બિનજરૂરી બહાર જવાનું ટાળવું : નિષ્ણાતો, આ અંગે કેટલાક નિષ્ણાતોના મતે ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ જેમાં ખાસ કરીને નાના બાળકો વૃદ્ધો અને સગર્ભાઓ ને ખાસ તકેદારી રાખવી જોઈએ પૂરતા પ્રમાણમાં પ્રવાહી નો ઉપયોગ કરવા ની સલાહ છે. બે દિવસ પછી ગરમી માંથી થોડી રાહત મળી શકે છે : હવામાન અધિકારી, આ અંગે ડીસા હવામાન વિભાગના અધિકારી કે.ડી રબારી એ જણાવ્યું હતું કે હાલમાં પવનની દિશા ઉત્તર થી ઉત્તર પશ્ચિમ છે. ઉત્તરે રાજસ્થાનનું રણ આવેલું છે.એટલે કે રાજસ્થાનના રણ પ્રદેશ પરથી ગરમ અને સૂકા પવનો(ભેજ વગરના) ફુકાવા ને કારણે મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે પરંતુ બે દિવસ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાવવા ની શક્યતાઓ રહેલી છે.

સંબંધિત સમાચાર