પાટણ શહેરમાં નાગરિકોને શુદ્ધ અને સ્વાસ્થ્યપ્રદ આહાર મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA)ની ફૂડ સેફ્ટી વાહન (FSW) ટીમ અને પાટણ નગરપાલિકાની સેનિટરી ટીમે સંયુક્ત તપાસ ઝુંબેશ હાથ ધરી હતી. શહેરની વિવિધ હોટેલો,રેસ્ટોરન્ટો, ખાણી-પીણીની લારીઓ અને સ્ટોલ્સ પર આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં 80 થી 85 વેપારી પેઢીઓની સ્થળ તપાસ કરવામાં આવી હતી.59.jpg199.36 KBતપાસ દરમિયાન આશરે 700 કિલો અખાદ્ય પદાર્થો જપ્ત કરવામાં આવ્યા હતા, જે અત્યંત અસ્વચ્છ સ્થિતિમાં રાખવામાં આવ્યા હતા અને માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હતા. આ જપ્ત કરાયેલા અખાદ્ય જથ્થાનો માખણીયા પ્રોસેસિંગ સાઇટ પર ખાડો કરીને નાશ કરવામાં આવ્યો હતો.નાશ કરાયેલા જથ્થામાં પકોડીમાં વપરાતો કૃત્રિમ કલરવાળો મસાલો અને કલરવાળું પાણી,ચાઇનીઝ સ્નેક્સ, વારંવાર ગરમ કરવાને કારણે કાળું પડી ગયેલું તેલ, એક્સપાયરી ડેટ વીતી ગયેલી પેક્ડ ખાદ્ય ચીજવસ્તુઓ અને ખાદ્ય પદાર્થોના પેકિંગ કે પીરસવા માટે ગેરકાયદેસર રીતે વપરાતા પેપરનો સમાવેશ થાય છે.60.jpg101.68 KBઆરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરનાર અને અસ્વચ્છતા જાળવનાર વેપારીઓ પાસેથી પાટણ નગરપાલિકાની ટીમે કુલ રૂ. 40,500નો દંડ સ્થળ પર વસૂલ કર્યો હતો. આ દંડ દંડનીય કાર્યવાહીના ભાગરૂપે લેવામાં આવ્યો હતો.કાર્યવાહી બાદ FDCA પાટણ અને નગર પાલિકા તંત્ર દ્વારા તમામ ખાણી-પીણીના વેપારીઓને સૂચના આપવામાં આવી હતી. તેમને ખાદ્ય પદાર્થોમાં હાનિકારક કલરનો ઉપયોગ ન કરવા, બળેલા તેલનો પુનઃ ઉપયોગ ટાળવા, પૂરતી સ્વચ્છતા જાળવવા માટે તાકીદ કરવામાં આવી હતી. તંત્રએ સ્પષ્ટતા કરી હતી કે આ નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે આગામી સમયમાં વધુ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.