રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | થરાદ

વાવ-થરાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સજ્: મંત્રી સ્વરૂપજીના અધ્યક્ષસ્થાને રિવ્યૂ બેઠક યોજાઈ

વાવ-થરાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સજ્: મંત્રી સ્વરૂપજીના અધ્યક્ષસ્થાને રિવ્યૂ બેઠક યોજાઈ

ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીને પગલે વાવ-થરાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓ અંગે રાજ્યના ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રિવ્યૂ બેઠક યોજાઈ હતી. 

આ બેઠકમાં મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આપવામાં આવેલી આગાહીને ધ્યાનમાં રાખીને વાવ-થરાદ જિલ્લામાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય કે આપત્તિજનક ઘટના ન બને તે માટે સમગ્ર વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્કતા સાથે સ્ટેન્ડબાય સ્થિતિમાં રહેવું અત્યંત આવશ્યક છે. તેમણે જણાવ્યું હતું કે, વરસાદી પાણી ભરાવા, માર્ગ વ્યવહાર, વીજ પુરવઠામાં વિક્ષેપ, નીચાણવાળા વિસ્તારોમાં લોકોની સુરક્ષા તેમજ બચાવ અને રાહત કામગીરી માટે તમામ વિભાગો વચ્ચે સતત સંકલન જળવાઈ રહેવું જોઈએ. જિલ્લા સ્તરથી લઈને તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના અધિકારીઓએ સતત કાર્યરત  રહી પરિસ્થિતિ પર નજર રાખવાની, કંટ્રોલ રૂમને કાર્યરત રાખવાની તેમજ જરૂરિયાત ઊભી થાય ત્યારે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. 

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મયુર મહેતાએ જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ તાલુકાના લાયઝન અધિકારીઓએ વરસાદની સ્થિતિ પર સતત નજર રાખી વિવિધ ટીમોને સ્ટેન્ડ બાય રાખવી, રિપોર્ટિંગ કરવું તથા માનવ જિંદગી બચાવવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી. તેમણે વીજ પુરવઠો અને મોબાઈલ ટાવર્સ સતત ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત, આરોગ્ય સુવિધાઓ જળવાઈ રહે અને દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તે અંગે પણ ચર્ચા થઈ હતી. જો વધુ વરસાદ થાય તો ઘરવખરી, કેસડોલ અને પાક નુકસાનીનો ઝડપી સર્વે કરવા તેમજ રાજસ્થાન, ધાનેરા અને પાંથાવાડા તરફથી આવતા પાણી અંગે સતત અપડેટ મેળવતા રહેવા જણાવાયું હતું. વાવ - થરાદ જિલ્લામાં હાલ NDRFની બે ટીમો ઉપલબ્ધ છે અને કલેક્ટરએ તમામ અધિકારીઓને ખભેખભા મિલાવી નૈતિક જવાબદારી સાથે કામ કરવા સૂચના આપી હતી.આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશકુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા,નિવાસી અધિક જિલ્લા કલેક્ટર તુષાર જાની સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Vav Tharad#Heavy Rain

સંબંધિત સમાચાર