બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના કડક આદેશ બાદ ડીસા શહેર દક્ષિણ પોલીસે જુગારની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે એક મોટી કાર્યવાહી કરી છે. ડીસા રીસાલા બજારમાં બની રહેલા નવા કોમ્પ્લેક્સમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડીને પોલીસે પાંચ ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે રીસાલા બજારના કોમ્પ્લેક્સના પહેલા માળે કેટલાક લોકો તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે. આ માહિતીના આધારે, નાયબ પોલીસ અધિક્ષક સી.એલ. સોલંકી અને પોલીસ ઈન્સપેક્ટર વી.એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી રૂ. ૧૦,૪૫૦/- રોકડા અને ગંજીપાના કબજે કર્યા હતા. પોલીસે જુગાર રમતા (૧) રૂડાભાઈ શીવાભાઈ માળી, (૨) નાનજીભાઈ હેમરાજભાઈ માળી, (૩) પ્રકાશભાઈ હરજીભાઈ માળી, (૪) રોહીતભાઈ ભુદરભાઈ માળી અને (૫) જયંતીભાઈ મફતલાલ શ્રીમાળી નામના પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ તમામ આરોપીઓ મજૂરીકામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.
ડીસામાં રિસાલા બજાર નજીક જુગાર રમતા પાંચ લોકોની ધરપકડ

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha#public safety#Cash Seizure#illegal gambling#Deesa City South Police#Ganjipa Cards#Gambling Arrest#Risala Bazaar#Teen Patti Raid#Criminal Action#Urban Crime
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 કલાક પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના ભોપાનગર રેલવે ફાટક પર ચક્કાજામ : એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો
2 દિવસ પહેલા
